WTC Final: મહામુકાબલા માટે ભારતે જાહેર કરી દીધી પ્લેઇંગ-11, સિરાજ બહાર
ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મુકાબલાની પૂર્વ સંધ્યાએ પોતાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કાલથી શરૂ થનાર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે પ્લેઇંગ-11ની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનની સ્પિન જોડીને સ્થાન મળ્યું છે, જ્યારે મેનેજમેન્ટે મોહમ્મદ સિરાજને બહાર રાખવાનો નિર્ણય લીધો છે.
આશા પ્રમાણે રોહિત શર્મા અને શુભમન ગિલ પર ઓપનિંગની જવાબદારી હશે. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને રહાણે મિડલ ઓર્ડર સંભાળશે. વિકેટકીપર તરીકે રિષભ પંત હાજર છે. અશ્વિન અને જાડેજા ટીમને નિચલા ક્રમમાં મજબૂતી આપશે. તો ભારત ત્રણ અનુભવી ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરશે.
સિરાજ પર ભારે પડ્યો ઈશાંતનો અનુભવ
મેચ પહેલા ચર્ચા ચાલી રહી હતી કે મોહમ્મદ સિરાજને ટીમમાં તક મળી શકે છે. ઈશાંત શર્માને બહાર રાખી ટીમ મેનેજમેન્ટ યુવા ફાસ્ટ બોલર સિરાજ પર વિશ્વાસ કરી શકે છે. પરંતુ ટીમ મેનેજમેન્ટે યુવા જોશની સામે અનુભવીને પ્રાધાન્ય આપ્યું છે. ઈશાંત શર્મા 101 ટેસ્ટ રમી ચુક્યો છે. જેથી સિરાજના સ્થાને તેની પસંદગી કરવામાં આવી છે.
India have announced their playing XI for #WTC21 Final 👇 pic.twitter.com/tcNpY9o4hc
— ICC (@ICC) June 17, 2021
ભારતીય ટીમ
વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે