SURAT: આપના કોર્પોરેટરનો આક્ષેપ મને BJP માં જોડાવા 3 કરોડની ઓફર, મારા છુટાછેડા કરાવ્યા

વોર્ડ નંબર -3 ના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારા આજે ભાજપ વિરુદ્ધ ચકચારી આક્ષેપો કરવામાં આવ્યા હતા. મહિલા કોર્પોરેટર દ્વારા જણાવાયું કે, કામરેજનાં ધારાસભ્ય દ્વારા તેઓને ભાજપમાં જોડાવા માટે 3 કરોડની ઓફર કરવામાં આવી હતી. જો કે તેમણે આ ઓફર નકારતા ભાજપનાં કેટલાક લોકોએ તેમના પતિને લલચાવવા અને દબાવવા પ્રયાસ કરાયો હતો. જેના કારણે પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા આખરે બંન્નેનો સંસાર ભાંગી પડ્યો હતો. 

SURAT: આપના કોર્પોરેટરનો આક્ષેપ મને BJP માં જોડાવા 3 કરોડની ઓફર, મારા છુટાછેડા કરાવ્યા

સુરત : વોર્ડ નંબર -3 ના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારા આજે ભાજપ વિરુદ્ધ ચકચારી આક્ષેપો કરવામાં આવ્યા હતા. મહિલા કોર્પોરેટર દ્વારા જણાવાયું કે, કામરેજનાં ધારાસભ્ય દ્વારા તેઓને ભાજપમાં જોડાવા માટે 3 કરોડની ઓફર કરવામાં આવી હતી. જો કે તેમણે આ ઓફર નકારતા ભાજપનાં કેટલાક લોકોએ તેમના પતિને લલચાવવા અને દબાવવા પ્રયાસ કરાયો હતો. જેના કારણે પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા આખરે બંન્નેનો સંસાર ભાંગી પડ્યો હતો. 

ઋતાએ તેના પતિએ 25 લાખ રૂપિયા લીધા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ભાજપ દ્વારા હજી પણ મારા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરાયો હતો. અત્રે નોંધનીય છે કે, ઋતા આપના સૌથી વધારે લીડ સાથે જીતનાર સભ્ય બન્યા હતા. જો કે હાલ તો તેના આક્ષેપોનાં કારણે રાજકારણ ગરમાયું છે. 

ઋતાના અનુસાર તેમના ભવ્ય વિજય બાદથી જ કામરેજનાં ધારાસભ્ય અને ત્યાર બાદ અલગ અલગ માણસો દ્વારા મારા પર સામદામ દંડ ભેદ દ્વારા ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. રૂપિયાની લાલચ આપી તેઓ નહી સ્વિકારતા તેના પરિવારીક રીતે કનડગત શરૂ કરવામાં આવી હતી. આખરે તેમનો સંસાર ભાંગી પડ્યો ત્યાં સુધી તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું. 

જો કે આ આક્ષેપો અંગે ભાજપના ધારાસભ્ય વી.ડી ઝાલાવાડીયાએ જણાવ્યું કે, આપનાં નેતા દ્વારા લગાવાયેલા આરોપમાં હળહળતું ઝુઠ્ઠાણું છે. પાયાવિહોણી વાતો કરવામાં આવી રહી છે. હું તેમને ઓળખતો પણ નથી કે મે ક્યારે આવી ઓફર પણ કરી નથી. મારા કારણે છુટાછેડા થયા તે આક્ષેપ પાયાવિહોણા છે. આમ આદમી પાર્ટી જીતી શકે તેમ નહી હોવાથી મનઘડંત આરોપો લગાવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news