હેમિલ્ટન વનડેઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની હાર, હવે ICCએ ફટકાર્યો દંડ
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ગુનો અને પ્રસ્તાવિત સજાનો સ્વીકાર કરી લીધો જેથી ઔપચારિક સુનાવણીની જરૂર પડી નથી.
Trending Photos
હેમિલ્ટનઃ ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી સિરીઝમાં છેલ્લી ત્રણ મેચ (ચોથી અને પાંચમી ટી20 તથા પ્રથમ વનડે)માં ભારતીય ટીમ નિર્ધારિત સમયમાં પોતાની ઓવર પૂરી કરી શકી નથી. ચોથી અને પાંચમી ટી20 મેચ બાદ પણ આઈસીસીએ ભારતીય ટીમને સ્લો ઓવર રેટ માટે દંડ ફટકાર્યો હતો. તો હવે આજે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચ બાદ પણ આઈસીસીએ સ્લો ઓવર રેટ માટે ભારતીય ટીમ પર મેચ ફીના 80 ટકાનો દંડ ફટકાર્યો છે. ભારતીય ટીમે આજે નિર્ધારિત સમયમાં ચાર ઓવર ઓછી ફેંકી હતી. મહત્વનું છે કે આ મેચમાં ભારતીય ટીમે 4 વિકેટે પરાજયનો પણ સામનો કરવો પડ્યો હતો.
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ગુનો અને પ્રસ્તાવિત સજાનો સ્વીકાર કરી લીધો જેથી ઔપચારિક સુનાવણીની જરૂર પડી નથી.
India have been fined 80 per cent of their match fee for a slow over-rate in the first ODI against New Zealand.
DETAILS 👇 https://t.co/oTcWf7yk5M
— ICC (@ICC) February 5, 2020
આઈસીસીએ નિવેદનમાં કહ્યું, 'ન્યૂનતમ ઓવર સ્પીડ સંબંધિત ખેલાડીઓ અને ખેલાડીઓના સહયોગી સ્ટાફ સાથે જોડાયેલી આચાર સંહિતાના નિયમ 2.22 અનુસાર ખેલાડીઓ પર તેની ટીમના નિર્ધારિત સમયમાં પ્રત્યેક ઓવર ઓછી ફેંકવા માટે 20 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવે છે.' આમ ભારતીય ટીમે નિર્ધારિત સમય કરતા ચાર ઓવર ઓછી ફેંકી હતી. આઈસીસીએ ભારતીય ખેલાડીઓ પર મેચ ફીના 80 ટકાનો દંડ ફટકાર્યો છે.
Ind vs NZ: ભારતને હરાવી ન્યૂઝીલેન્ડે રચ્ચો ઈતિહાસ, મેળવ્યો સૌથી મોટો વિજય
ચોથી-પાંચમી ટી20 મેચમાં પણ ભારત દંડાયું
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ચોથી ટી20 મેચમાં નિર્ધારિત સમય કરતા બે ઓવર ઓછી ફેંકી હતી ત્યારે આઈસીસીએ મેચ ફીના 40 ટકાનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ પાંચમી અને અંતિમ ટી20 મેચમાં ભારતીય ટીમે એક ઓવર ઓછી ફેંકી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે