ભારત-ચીન તણાવઃ 'વીવો આઈપીએલ? ટાઇટલ સ્પોન્સર ડીલની સમીક્ષા કરશે બીસીસીઆઈ


ભારત અને ચીન વચ્ચે જારી સરહદ વિવાદની અસર આઈપીએલના ટાઇટલ સ્પોન્સર પર પણ પડી શકે છે. ગલવાન ઘાટીમાં થયેલી ઝડપમાં 20 જવાનો શહીદ થઈ ગયા હતા. હવે ચીની સામાનના બહિષ્કારની માગ ઉઠી રહી છે. તેવામાં બીસીસીઆઈ વીવો આઈપીએલ ટાઇટલ સ્પોન્સર ડીલની સમીક્ષા કરશે. 

  ભારત-ચીન તણાવઃ 'વીવો આઈપીએલ? ટાઇટલ સ્પોન્સર ડીલની સમીક્ષા કરશે બીસીસીઆઈ

મુંબઈઃ લદ્દાખની ગલવાન ઘાટીમાં આ સપ્તાહની શરૂઆતમાં ચીન તરફથી ભારતના સૈનિકો પર ષડયંત્રથી કરવામાં આવેલા હુમલાને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) મોટો નિર્ણય કરી શકે છે. બંન્ને દેશોના તણાવ વચ્ચે ભારતમાં ચીન વિરોધી ભાવનાઓને જોતા જાણીતી ચાઇનીઝ મોબાઇલ કંપની વીવોને આઈપીએલનું વર્તમાન ટાઇટલ સ્પોન્સર બનાવી રાખવાના નિર્ણયની બીસીસીઆઈ સમીક્ષા કરશે. 

બીસીસીઆઈની ઈન્ડિયન પ્રીમિયર લીગના ટ્વીટર હેન્ડલથી શુક્રવારે રાત્રે ટ્વીટ કરવામાં આવ્યું, 'સરહદ પર ઝડપમાં આપણા બહાદુર જવાનોની શહીદીને ધ્યાનમાં રાખતા આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે ટૂર્નામેન્ટની વિભિન્ન સ્પોન્સરશિપ ડીલની સમીક્ષા કરવા માટે આગામી સપ્તાહે એક બેઠક બોલાવી છે.' ભારત-ચીન સરહદ પર ચાર દાયકા વધુ સમયમાં આ પ્રથમ ઝડપ હતી, જેમાં 20 જેટલા ભારતીય જવાનો શહીદ થયા હતા. બીસીસીઆઈને વીવો પાસેથી વાર્ષિક 440 કરોડ રૂપિયા મળે છે. 2022માં બીસીસીઆઈ અને વીવો વચ્ચે પાંચ વર્ષનો કરાર પૂરો થઈ રહ્યો છે. 

— IndianPremierLeague (@IPL) June 19, 2020

આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના કોષાધ્યક્ષ અરૂણ ધૂમલનુ કહેવુ હતુ કે, આઈપીએલ જેવી ભારતીય ટૂર્નામેન્ટોને ચીની કંપનીઓ દ્વારા પ્રાયોજકથી દેશને ફાયદો થઈ રહ્યો છે. તેણે કહ્યુ હતુ કે, બીસીસીઆઈ આગામી સીઝન માટે પોતાની પ્રાયોજન નીતિની સમીક્ષા માટે તૈયાર છે. પરંતુ આઈપીએલના હાલના ટાઇટલ સ્પોન્સર વીવો સાથે કરાર રદ્દ કરવાનો કોઈ ઈરાદો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news