WCL 2024: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મહામુકાબલો, દિગ્ગજો વચ્ચે થશે ટક્કર, જાણો ક્યારે શરૂ થશે મેચ
India vs Pakistan: ક્રિકેટના મેદાનમાં આજે ફરી ભારત-પાકિસ્તાનની ટક્કર થવાની છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલમાં યુવરાજ સિંહ અને શાહિદ આફ્રિદી આમને-સામને હશે.
Trending Photos
India vs Pakistan: ભારત ચેમ્પિયન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સના ગ્રાન્ડ ફિનાલેમાં આજે એજબેસ્ટન ક્રિકેટ સ્ટેડિયમમાં કટ્ટર હરિફ પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે ટકરાશે. એટલે કે રમતના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. આ મેચને લઈને પણ દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે રમાશે ફાઈનલ
ભારત અને પાકિસ્તાનની ટક્કર હંમેશા રોમાંચક રહે છે, જ્યારે પણ બંને દેશના ખેલાડીઓ મેદાનમાં આમને-સામને હોય તો ક્રિકેટ ફેન્સ પણ ઉત્સુક હોય છે. 2007 ટી20 વિશ્વકપના રોમાંચક મુકાબલાથી લઈને 2011 અને 2019 વનડે વિશ્વકપ સુધી, બંને ટીમોએ ક્રિકેટ પ્રેમીઓને અનેક ક્ષણ આપી છે.
શાહિદ આફ્રિદી સામે ટકરાશે યુવરાજ સિંહ
યુવરાજ સિંહ, સુરેશ રૈના અને પઠાણ બ્રધર્સ જેવા દિગ્ગજ ખેલાડીઓથી ભરેલી ભારતીય ટીમ અનુભવ અને આક્રમક સ્વભાવવાળી છે. ટીમમાં રોબિન ઉથપ્પા જેવો શાનદાર ઓપનર છે. બીજીતરફ પાકિસ્તાનની ટીમમાં યૂનુસ ખાન, શાહિદ આફ્રિદી અને શોએબ મલિક જેવા દિગ્ગજો છે. એટલે કે બંને ટીમના પૂર્વ ખેલાડીઓ વચ્ચે ક્રિકેટના મેદાનમાં ફરી રોમાંચક જંગ જોવા મળશે.
અહીં જોઈ શકો છો લાઈવ મેચ
આ ટૂર્નામેન્ટ દરમિયાન ફેન્ચને અનેક શાનદાર પ્રદર્શન જોવા મળ્યા છે અને ફાઈનલ મેચ પણ રોમાંચક રહે તેવી આશા છે. આ વખતે ભારત અને પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડમાં આમને-સામને હશે. ભારતીય ટીમ સેમીફાઈનલમાં શાનદાર જીત મેળવી અહીં પહોંચી છે. ભારત તરફથી ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલમાં ઈરફાન, યૂસુફ પઠાણ, યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાએ અડધી સદી ફટકારી હતી. ભારતીય સમયાનુસાર આ મેચ રાત્રે 9 કલાકે શરૂ થશે. તેનું સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે, જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ ફેન કોડ પર ઉપલબ્ધ છે.
ભારતે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 255 રનનો ટાર્ગેટ આપ્યો હતો. યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 7 વિકેટે 168 રન જ બનાવી શકી હતી. બીજી તરફ પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝને 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેરેબિયન ટીમ 178 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતની કપ્તાની યુવરાજ સિંહ કરી રહ્યો છે જ્યારે પાકિસ્તાનની કપ્તાની યુનિસ ખાન કરી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે