ચાંદીપુરમ વાયરસના ખતરા વચ્ચે ગુજરાતમાં એક સાથે 100 બાળકો બીમાર, તંત્રમાં દોડધામ મચી ગઇ

ગઈકાલે છોટા ઉદેપુર જીલ્લાના પુનિયાવાંટ એકલવ્ય મોડેલ સ્કૂલના 100 બાળકો એક સાથે બીમાર પડવાની ઘટના ઘટી હતી. જેમાં મોટાભાગના બાળકોને તાવ અને માથાના દુખાવાની ફરિયાદ હતી. જેને લઇને તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. 

ચાંદીપુરમ વાયરસના ખતરા વચ્ચે ગુજરાતમાં એક સાથે 100 બાળકો બીમાર, તંત્રમાં દોડધામ મચી ગઇ

ઝી બ્યુરો/છોટા ઉદેપુર: જિલ્લાની પુનિયાવાંટ ખાતેની એકલવ્ય મોડેલ સ્કૂલના 100 બાળકો એક સાથે બીમાર પડતા વડોદરા સયાજી હોસ્પિટલમાંથી 8 ડોકટરોની ટીમ તપાસ માટે છોટા ઉદેપુર આવી છે. ગઈકાલે છોટા ઉદેપુર જીલ્લાના પુનિયાવાંટ એકલવ્ય મોડેલ સ્કૂલના 100 બાળકો એક સાથે બીમાર પડવાની ઘટના ઘટી હતી. જેમાં મોટાભાગના બાળકોને તાવ અને માથાના દુખાવાની ફરિયાદ હતી. જેને લઇને તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. 

વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક પુનિયાવાંટ એકલવ્ય સ્કૂલના બાળકોની તપાસ ચાલુ કરી દીધી હતી. જેમાંથી 46 બાળકોને તેજગઢ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જ્યારે 44 બાળકોને છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે અને 10 બાળકોને પાવી જેતપુરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક કારણમાં વાઇરલ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

પરંતુ ગુજરાત સરકાર દ્વારા અને જીલ્લા તંત્ર દ્વારા એકસાથે 100 બાળકો બીમાર પડતાં શું કારણથી બીમાર પડ્યા તે જાણવા માટે એકલવ્ય મોડેલ સ્કૂલના 325 બાળકોનું સ્ક્રીનીંગ કર્યું હતું. અને વધુ તપાસ કરવા માટે વડોદરા સયાજી હોસ્પિટલના 4 એમડી ડોકટર તેમજ 5 પીડિયાટ્રિશિયન કુલ 8 ડોકટરની ટીમ છોટા ઉદેપુર તેમજ તેજગઢ હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે જેઓ હોસ્પિટલમાં દાખલ કરેલા બાળકો તેમજ હોસ્ટેલમાં રહેલા બાળકોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે તંત્ર દ્વારા હાલ વાયરલ ઇન્ફેક્શન કહેવામાં આવી રહ્યું છે.

પરંતુ આ બાબતે બાળકો સાથે વાત કરતા બાળકોને પરામદિવસે સાંજે રોટલી અને ટામેટાનું શાક આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બાળકોને માથું દુખવું, પેટમાં દુખવું અને તાવ આવવા લાગતા બાળકો હવાર વોર્ડનને કહેતા હોસ્ટેલમાં દવા આપવામાં આવી હતી અને ત્યાર બાદ સારું ન લાગતા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

મહત્વની વાત એ છે કે ગઈકાલ સાંજથી જ તંત્ર દ્વારા તમામ 325 બાળકોના ડેન્ગ્યુ, મેલેરિયા જેવા ટેસ્ટ કરતા નેગેટિવ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગના અધિકારી સાથે ઔપચારિક વાતચીત કરતા સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. બાળકોને હોસ્પિટલમાં ખશેડતા તંત્ર હરકતમાં આવ્યું અને ધારાસભ્ય એ પણ હોસ્પિટલમાં દાખલ બાળકોની મુલાકાત લીધી અને ડોકટરો સાથે વાત ચીત કરી હતી ઝી 24 કલાકની ટિમ દ્વારા ધારાસભ્ય સાથે વાત કરતા જણાવ્યું કે હાલમાં બાળકો સારા છે અને વાયરલ ઇન્ફેક્શન હોવાનું જણાવ્યું હતું. 

આરોગ્ય વિભાગના રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા પણ હોસ્પિટલ માં બાળકોની મુલાકાત કરી હતી તેમને મીડિયાને જણાવ્યું કે બાળકોને તાવ,વોમીટિંગ અને ઝાડા થયા હોવાનું હાલ જાણવા મળે છે જેને કારણે તાત્કાલિક ડોક્ટરોની ટિમ તૈનાત કરી છે અને વહેલી તકે બાળકોને સાજા થાય તેમ માટે ના પ્રતના કરવામાં આવ્યા છે જ્યાં સુધી બાળકો સાજા ન થઈ જાય ત્યાં સુધી ડોક્ટરોને અહીંયા રાખવામાં આવશે.

વિદ્યાર્થીઓના વાલી સાથે વાત કરતા વાળીયોમાં રોષ જોવા મળ્યો હતો વાલીઓ દ્વારા જણાવ્યું કે વાયરલ ઇન્ફેક્શન એક સાથે આટલા બધા બાળકોને કઈ રીતે થાય આ તો ફૂડ પોઈઝન જેવું લાગી રહ્યું છે તેમ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news