IND vs ZIM: માંડ માંડ અંતિમ વનડેમાં જીત્યું ભારત, ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 3-0 થી જીતી સીરીઝ

બેટીંગ કરતાં ભારતીય ટીમે મેજબાન ઝિમ્બાબ્વે સમક્ષ 290 રનનો ટાર્ગેટ રાખ્યો. મેચના હીરો યુવા બેટ્સમેન શુભમન ગિલ રહ્યા. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રજાએ પણ શાનદાર ઇનિંગ રમી.

IND vs ZIM: માંડ માંડ અંતિમ વનડેમાં જીત્યું ભારત, ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 3-0 થી જીતી સીરીઝ

નવી દિલ્હી: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચોની સીરીઝના અંતિમ દિવસે ટીમ ઇન્ડીયાએ પોતાના નામે કરી દીધી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય લીધો. બેટીંગ કરતાં ભારતીય ટીમે મેજબાન ઝિમ્બાબ્વે સમક્ષ 290 રનનો ટાર્ગેટ રાખ્યો. મેચના હીરો યુવા બેટ્સમેન શુભમન ગિલ રહ્યા. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રજાએ પણ શાનદાર ઇનિંગ રમી. એક સમયે લાગી રહ્યું હતું કે આ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ સિકંદર રજાએ શાનદાર સદી ફટકારી ભારતના મોંઢામાં જીત છિનવાનો અથાગ પ્રયત્ન કર્યો. 

ત્યારબાદ તે 49મી ઓવરમાં શાર્દુલ ઠાકુરે તેમને આઉટ કર્યા. સિકંદર રજાએ 95 બોલમાં તાબડતોડ 115 રન બનાવ્યા. પરંતુ તે પોતાની ટીમને જીતાડવામાં નિષ્ફળ રહ્યા. ભારતીય ઇનિંગમાં યુવા બેટ્સમેન શુભમન ગિલની શાનદાર સદીના લીધે ભારતીય ટીમ આ લક્ષ્યને બનાવવામાં સફળ રહી. શુભમન ગિલે પોતાની ઇનિંગમાં કુલ 130 રનનું યોગદાન કર્યું. 290 રનનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 276 રનમાં સમેટાઇ ગઇ. આ મુજબ ભારતીય ટીમે ત્રણે મેચોની સીરીઝને 3-0 ની સાથે પોતાના નામે કરી. 

Watch the final #ZIMvIND ODI FREE on https://t.co/yYQHgoDHWB (in select regions) 📺

— ICC (@ICC) August 22, 2022

ઝિમ્બાબ્વે સીરીઝ બાદ હવે ભારતીય ટીમને 27 ઓગસ્ટ 2022 ના રોજ યોજાનાર એશિયા કપમાં જવાનું છે. તેનું આયોજન યૂએઇમાં થવાનું છે. એશિયા કપમાં ભારતનો પ્રથમ મુકાબલો ચિર-પ્રતિદ્રંદી પાકિસ્તાન સાથે 28 ઓગસ્ટના રોજ થશે. ઝિમ્બાબ્વે સીરીઝ બાદ ભારત માટે એશિયા કપ આ વર્ષે થનાર ટી-20 વિશ્વકપની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ છે.
 

The men trusted to bring the trophy home for their country 📝https://t.co/j9tmm2pc1Z

— ICC (@ICC) August 22, 2022

ઝિમ્બાબ્વે સીરીઝ દરમિયાન ભારતના કેટલાક દિગ્ગજ ખેલાડી જેમ કે રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત તથા ભુવનેશ્વર કુમારને આરામ આપ્યો હતો, પરંતુ હવે એશિયા કપ દરમિયાન આ ખેલાડી મેદાન પર પોતાનું પ્રદર્શન બતાવશે. આ ઉપરાંત આ ઝિમ્બાબ્વે સીરીઝ દરમિયાન કેપ્ટનશિપ કરનાર કેએલ રાહુલ એશિયા કપ દરમિયાન ઉપ કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે. તો બીજી તરફ ભારત નિયમિત કેપ્ટન રોહિત શર્મા એશિયા કપમાં ટીમની કમાન સંભાળતાં જોવા મળશે.   

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news