આફ્રિકા પર ભારતની ધમાકેદાર જીતથી બન્યા મોટા રેકોર્ડ, રોહિતે મારી બાજી 

વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતે આફ્રિકાને 203 રને પરાજય આપીને ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

આફ્રિકા પર ભારતની ધમાકેદાર જીતથી બન્યા મોટા રેકોર્ડ, રોહિતે મારી બાજી 

વિશાખાપટ્ટનમઃ ભારતે આફ્રિકાને વિશાખાપટ્ટનમમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 203 રનથી પરાજય આપીને ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ જીતમાં રોહિત શર્માની મહત્વની ભૂમિકા રહી જેણે પ્રથમ ઈનિંગમાં 176 અને બીજી ઈનિંગમાં 127 રનની ઈનિંગ રમી હતી. રોહિત શર્માને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

  • આઈસીસી રેન્કિંગમાં નંબર વન પર રહેલી ભારતીય ટીમે આ સાથે ઘરેલૂ ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં આફ્રિકા વિરુદ્ધ રનો પ્રમાણે પોતાની ત્રીજી મોટી જીત મેળવી છે.
     
  • ભારતે ટેસ્ટ ક્રિકેટમાં રન પ્રમાણે પોતાની સૌથી મોટી જીત 2015મા આફ્રિકા વિરુદ્ધ દિલ્હીમાં મેળવી હતી. તે ટેસ્ટ મેચમાં ભારતનો 337 રને વિજય થયો હતો. 
     
  • ઘરેલૂ ધરતી પર ભારતની આફ્રિકા પર રનના અંતરથી મોટી જીત

       1. 337 રન, દિલ્હી ટેસ્ટ, ડિસેમ્બર 2015

      2. 280 રન, કાનપુર ટેસ્ટ, ડિસેમ્બર 1996

     3. 203 રન, વિશાખાપટ્ટનમ ટેસ્ટ, ઓક્ટોબર 2019

  • મહત્વનું છે કે મોહમ્મદ શમી અને જાડેજાની ઘાતક બોલિંગની મદદથી ભારતે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના પાંચમાં અને અંતિમ દિવસે આફ્રિકાને 203 રને પરાજય આપ્યો હતો. 
     
  • ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં સાત વિકેટના નુકસાન પર 502 રન બનાવ્યા હતા. જ્યારે આફ્રિકાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 431 રન બનાવ્યા હતા. 
     
  • ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 71 રનની લીડની સાથે ઉતરી હતી અને બીજી ઈનિંગમાં 4 વિકેટ પર 323 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. આફ્રિકાની સામે જીતવા માટે 395 રનનો લક્ષ્ય રાખ્યો હતો. 
     
  • આફ્રિકાની ટીમ જવાબમાં 63.5 ઓવરમાં 191 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને તેણે 203 રનથી કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આફ્રિકાની ટીમ માટે ડેન પીટ 107 બોલ પર નવ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી સર્વાધિક 56 અને મુથુસામીએ અણનમ 49 રનનું યોગદાન આપ્યું હતું. મહેમાન ટીમના ચાર બેટ્સમેનો શૂન્ય પર આઉટ થયા હતા. ભારત તરફથી શમીએ પાંચ, જાડેજાએ ચાર અને અશ્વિને એક વિકેટ ઝડપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news