IND vs SA, WWC 2022: ભારતનું સેમીફાઇલનું સપનું રોળાયું, સાઉથ આફ્રીકાએ છેલ્લા બોલે મેચ જીતી
આઇસીસી મહિલા વર્લ્ડકપ 2022 ની એકદમ મહત્વપૂર્ણ મેચ સાઉથ આફ્રીકાએ ભારતને હરાવી દીધી છે. આ હાર સાથે જ ભારતનું સેમીફાઇનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું છે. સાઉથ આફ્રીકાએ ભારતને 3 વિકેટે મેચ હરાવી દીધી છે.
Trending Photos
આઇસીસી મહિલા વર્લ્ડકપ 2022 ની એકદમ મહત્વપૂર્ણ મેચ સાઉથ આફ્રીકાએ ભારતને હરાવી દીધી છે. આ હાર સાથે જ ભારતનું સેમીફાઇનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું છે. સાઉથ આફ્રીકાએ ભારતને 3 વિકેટે મેચ હરાવી દીધી છે. જેનો પુરો ફાયદો વેસ્ટ ઇન્ડીઝને થશે. જોકે ભારતની હાર બાદ તે સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે.
આઇસીસી મહિલા વર્લ્ડકપમાં ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે મુકાબલો રમાઇ રહી હતી. ક્રાઇસ્ટચર્ચમાં રમાઇ રહેલા આ મુકાબલામાં ભારતે દક્ષિણ આફ્રીકાને 275 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને સાઉથ આફ્રીકાની ટીમે પાર કરી લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ઓપનર્સ સ્મૃતિ મંઘાના અને શૈફાલી વર્માએ શાનદાર શરૂઆત કરીને પોતાના કેપ્ટનના નિર્ણયને યોગ્ય સાબિત પણ કર્યો. મંધાના અને વર્માએ દક્ષિણ આફ્રીકાના બોલરોની જોરદાર ધોલાઇ કરી અને 91 રનની ભાગીદારી કરી. આ જોડીએ દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ વનડેમાં સૌથી મોટી ઓપનિંગ ભાગીદારોનો રેકોર્ડ બનાવ્યો. બંનેએ 2017 માં દીપ્તી શર્મા અને પૂનમ રાઉતની 83 રનની ભાગીદારી રેકોર્ડ તોડ્યો છે.
વર્લ્ડકપની પ્રથમ ફિફ્ટી
યુવા શૈફાલી વર્માએ આક્રમક વલણ અપનાવતાં ફક્ત 46 બોલમાં 53 રન બનાવ્યા. વર્મા દુર્ભાગ્યશાળી રહી અને લુસ તથા ચેટ્ટીના સંયુક્ત પ્રયત્ન પર રનઆઉટ થઇ ગઇ. શૈફાલી વર્માએ પોતાની ઇનિંગ દરમિયાન 8 વાર બોલને સીમા પાર મોકલી. શૈફાલી વર્માનો મહિલા વર્લ્ડકપમાં પ્રથમ ફીફ્ટી રહી. દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ વર્માએ પોતાની ફિફ્ટી ફટકારી. ન્યૂઝીલેંડમાં તેમની બીજી ફીફ્ટી રહી. વર્મા પોતાના વનડે કેરિયરમાં પહેલીવાર રનઆઉટ થઇ.
મંઘાનાની ક્લાસ ઇનિંગ
સ્મૃતિ મંધાનાએ વિકેટ સંભાળતા ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. શૈફાલી વર્મા અને યસ્તિકા ભાટિયા (2) જલદી આઉટ થયા બાદ મંધાનાએ કેપ્ટન મિતાલી રાજ (68) સાથે ત્રીજી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી. મંધાનાએ આ દરમિયાન પોતાના કેરિયરની 22મી વનડે ફિફ્ટી પુરી કરી. ડાબોડી બેટ્સમેન 84 બોલમાં 6 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 71 રન બનાવ્યા. ભારતીય ટીમે આ બંને બેટ્સમેનની શાનદાર ઇનિંગના લીધે મોટા સ્કોરની આશા જગાડી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે