IND vs WI : વેસ્ટ ઈન્ડીઝ સાથે પ્રથમ ટી20 આવતીકાલે, ક્લીન સ્વીપની હેટ્રીક બનાવા ઉતરશે ટીમ ઈન્ડિયા

ભારત(India) અને વેસ્ટ ઈન્ડીઝ(West Indies) વચ્ચેની ત્રણ મેચની ટી20 સીરીઝની(T20 Series) પ્રથમ મેચ હૈદરાબાદમાં(Hyderabad) રમાવાની છે. આ બંને ટીમ વચ્ચે આ 15મી ટી20 મેચ હશે. ભારતે તેમાંથી 8 મેચ જીતી છે, જ્યારે વિન્ડીઝે 5 જીતી છે અને એક મેચ રદ્દ થઈ હતી. ભારતે છેલ્લા બે વર્ષમાં વિન્ડીઝને(West Indies) સતત 6 મેચમાં હરાવી છે. 

IND vs WI : વેસ્ટ ઈન્ડીઝ સાથે પ્રથમ ટી20 આવતીકાલે, ક્લીન સ્વીપની હેટ્રીક બનાવા ઉતરશે ટીમ ઈન્ડિયા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ(Team India) શુક્રવારે વેસ્ટ ઈન્ડીઝ (West Indies) સામે પ્રથમ ટી20(First T20) રમવા માટે મેદાનમાં ઉતરશે. ભારતનું લક્ષ્ય વિજયનું જ રહેશે. ભારતીય ટીમ વિન્ડીઝ સામે બે વર્ષથી એક પણ મેચ હારી નથી. તેણે કેરેબિયન ટીમ સામે બે વર્ષમાં બે વખત ક્લીન સ્વીપ કર્યું છે. 'વિરાટ બ્રિગેડ'(Virat Kohli) પોતાના આ દબદબાને જાળવી રાખવા ક્લીન સ્વીપની(Clean Swip) હેટ્રીક બનાવશે તેવું લાગી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝને 2018માં પોતાના ઘરમાં 3-0થી હરાવી હતી. ત્યાર પછી એ જ વર્ષે વેસ્ટ ઈન્ડીઝને તેના જ હોમ ગ્રાઉડમાં 3-0થી પરાજય આપ્યો હતો. 

ભારત(India) અને વેસ્ટ ઈન્ડીઝ(West Indies) વચ્ચેની ત્રણ મેચની ટી20 સીરીઝની(T20 Series) પ્રથમ મેચ હૈદરાબાદમાં(Hyderabad) રમાવાની છે. આ બંને ટીમ વચ્ચે આ 15મી ટી20 મેચ હશે. ભારતે તેમાંથી 8 મેચ જીતી છે, જ્યારે વિન્ડીઝે 5 જીતી છે અને એક મેચ રદ્દ થઈ હતી. ભારતે છેલ્લા બે વર્ષમાં વિન્ડીઝને(West Indies) સતત 6 મેચમાં હરાવી છે. 

ભારતીય ટીમે છેલ્લી ટી20 શ્રેણી બાંગ્લાદેશ સામે રમી હતી. ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે સારું પ્રદર્શન કરી શકી ન હતી. પ્રથમ મેચમાં ભારતનો પરાજય થયો હતો. આ બાંગ્લાદેશ સામે પણ ભારતનો પ્રથમ ટી20 પરાજય હતો. આ શ્રેણીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માના હાથમાં હતી. હવે વિરાટ કોહલી ટીમમાં આવી ગયો છે. 

વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચ દરમિયાન અનેક ટી20 રેકોર્ડ ભારતીય ખેલાડીના નિશાન પર હશે. વિરાટ કોહલીની રોહિત શર્માના સૌથી વધુ રનની બાબતે આગળ નિકળવાનો પ્રયાસ કરશે. રોહિત શર્મા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 400 છગ્ગા પુરા કરવાનો પ્રયાસ કરશે. ઋષભ પંત મહેન્દ્ર સિંહ ધોનીના સૌથી વધુ શિકાર ઝડપવાનો રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરશે. 

ભારતીય ટીમઃ 
વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, સંજુ સેમસન, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત, શિવમ દુબે, વોશિંગટન સુંદર, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર. 

વેસ્ટ ઈન્ડીઝ ટીમઃ 
કીરોન પોલાર્ડ(કેપ્ટન), ફેબિયન એલેન, શેલ્ડન કાટ્રેલ, સિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, કીમો પોલ, બ્રેન્ડન કિંગ, એવિન લુઈસ, ખેરી પિયરે, નિકોલસ પૂરન, દિનેશ રામદીન, શેરફેન રધરફોર્ડ, લેન્ડલ સિમંસ, કેસરિક વિલિયમ્સ, હેડન વોલ્સ જુનિયર. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news