IND vs WI 3rd T20: હાર્દિક પંડ્યાએ વેસ્ટ ઈન્ડીઝમાં રચ્યો ઈતિહાસ, ટી20માં આવું કારનામું કરનાર પ્રથમ ભારતીય ખેલાડી

Ind vs WI 3rd T20, Hardik Pandya:  ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ શાનદાર ફોર્મમાં છે. આઈપીએલ 2022થી જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું રેકોર્ડતોડ પ્રદર્શન ચાલુ છે. મંગળવારે સેન્ટ કિટ્સના વોર્નર પાર્કમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી ત્રીજી ટી20 મેચમાં પણ હાર્દિક પંડ્યાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો.

IND vs WI 3rd T20: હાર્દિક પંડ્યાએ વેસ્ટ ઈન્ડીઝમાં રચ્યો ઈતિહાસ, ટી20માં આવું કારનામું કરનાર પ્રથમ ભારતીય ખેલાડી

Ind vs WI 3rd T20, Hardik Pandya:  ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ શાનદાર ફોર્મમાં છે. આઈપીએલ 2022થી જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું રેકોર્ડતોડ પ્રદર્શન ચાલુ છે. મંગળવારે સેન્ટ કિટ્સના વોર્નર પાર્કમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી ત્રીજી ટી20 મેચમાં પણ હાર્દિક પંડ્યાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેમણે આ મેચમાં એક એવું કારનામું કર્યું કે જે આ અગાઉ કોઈ પણ ભારતીય ખેલાડી કરી શક્યો નહતો. 

હાર્દિક પંડ્યાએ રચ્યો ઈતિહાસ
હાર્દિક પંડ્યાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી મેચમાં 4 ઓવરમાં 4.75ની ઈકોનોમીથી ફક્ત 19 રન આપ્યા અને એક વિકેટ લીધી. આ વિકેટ મેળવીને હાર્દિક પંડ્યાએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 50 વિકેટ પૂરી કરી અને એક રેકોર્ડ પોતાના નામે કર્યો. હાર્દિક પંડ્યા ભારતના પહેલા એવા ખેલાડી બન્યા છે જેમના નામે ટી20 ક્રિકેટમાં 500થી વધુ રન છે અને 50 વિકેટ છે. હાર્દિક આ ખાસ ઉપલબ્ધિ મેળવનારા દુનિયાના 9માં ખેલાડી છે. 

ભારત માટે ટી20માં સૌથી વધુ વિકેટ
હાર્દિક પંડ્યા ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે 50 વિકેટ પૂરી કરનારા 6ઠ્ઠા બોલર બન્યા છે. આ અગાઉ આ કારનામું યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા કરી ચૂક્યા છે. ભારત માટે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા  બોલરની વાત કરીએ તો યુજવેન્દ્ર ચહલનું નામ આવે છે. યુજવેન્દ્ર ચહલે ભારત માટે 60 ટી20 મેચમાં 79 વિકેટ લીધી છે. 

હાર્દિક પંડ્યાની આંતરરાષ્ટ્રીય કરિયર
હાર્દિક પંડ્યાની વાત કરીએ તો હાર્દિક ટી20 વર્લ્ડ કપ 2021 બાદથી જ ટીમ ઈન્ડિયાની બહાર હતા. પરંતુ એકવાર ફરીથી હવે ટીમ ઈન્ડિયાનો ભાગ બની ગયા છે. હાર્દિક પંડ્યાએ ભારત માટે અત્યાર સુધીમાં 66 ટી20 મેચમાં 23.03ની સરેરાશથી 806 રન કર્યા છે જ્યારે 50 વિકેટ લીધી છે. હાર્દિક પંડ્યા 66 વનડે મેચ પણ રમી ચૂક્યા છે. જેમાં તેમણે 1386 રન અને 63 વિકેટ લીધી છે. પંડ્યા 11 ટેસ્ટમાં પણ ટીમનો ભાગ બન્યા છે જેમાં 532 રન અને 17 વિકેટ લીધી છે. 

ત્રીજી મેચમાં ભારતની શાનદાર જીત
અત્રે જણાવવાનું કે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાયેલી ત્રીજી મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડીઝને હરાવી દીધુ અને ટી20 સિરીઝમાં 2-1ની મહત્વની લીડ લઈ લીધી. મેચમાં પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડીઝે ભારતને 165 રનનો લક્ષ્યાંક આપ્યો. આ લક્ષ્યાંક ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગ ઈનિંગની મદદથી 19 ઓવરમાં જ મેળવી લીધો. સૂર્યકુમાર યાદવે 44 બોલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 76 રન કર્યા. 

મેચમાં ઋષભ પંતે ફરીથી ફિનિશરની ભૂમિકા ભજવી. પંતે 26 બોલમાં અણનમ 33 રન કર્યા. જેમાં 3 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ છે. બોલર્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 35 રન આપી 2 વિકેટ લીધી. તેમણે કાઈલ મેયર્સ અને નિકોલસ પૂરન જેવા વિસ્ફોટક બેટર્સને આઉટ કર્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news