IND vs SL: અય્યર-જાડેજાએ જીતાડી હારેલી મેચ, ટીમ ઇન્ડીયાએ ફતેહ કરી સીરીઝ

ટીમ ઈન્ડિયાએ બીજી T20માં શ્રીલંકાને 7 વિકેટે હરાવીને શ્રેણી 2-0થી કબજે કરી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારતને 186 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 186 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ શ્રેયસ અય્યર અને સંજુ સેમસનની શાનદાર ઇનિંગ્સના દમ પર ભારતે આ મેચ 17 બોલ બાકી હતાને જીતી લીધી હતી.

IND vs SL: અય્યર-જાડેજાએ જીતાડી હારેલી મેચ, ટીમ ઇન્ડીયાએ ફતેહ કરી સીરીઝ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ બીજી T20માં શ્રીલંકાને 7 વિકેટે હરાવીને શ્રેણી 2-0થી કબજે કરી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારતને 186 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 186 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ શ્રેયસ અય્યર અને સંજુ સેમસનની શાનદાર ઇનિંગ્સના દમ પર ભારતે આ મેચ 17 બોલ બાકી હતાને જીતી લીધી હતી.

બેટ્સમેનોએ કરી કમાલ
186 રનનો પીછો કરતા ભારતે રોહિતના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. રોહિત 1 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઈશાન કિશન 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શરૂઆતમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ શ્રેયસ અય્યરે સંજુ સેમસન ટીમને સંભાળી લીધી અને ભારતના સ્કોરને 100 રનથી આગળ લઈ ગયો. ભારતને ત્રીજો ઝટકો સંજુ સેમસનના રૂપમાં લાગ્યો હતો, સંજુ 39 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ અય્યર સાથે મળીને ભારત માટે મેચ પૂરી કરી. અય્યર 74 રન બનાવીને અણનમ રહ્યો હતો અને જાડેજાએ 18 બોલમાં 45 રન ફટકારીને મેચ ભારતને જીતાડી દીધી હતી. 

ભારતીય બોલરોને પડ્યો ફટકો
આ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોને જોરદાર ફટકો પડ્યો છે. શ્રીલંકાએ 20 ઓવરમાં 183 રન બનાવી લીધા છે. શ્રીલંકા તરફથી પથુમ નિસાન્કાએ સૌથી વધુ 75 રન બનાવ્યા હતા. તે જ સમયે, કેપ્ટન દાસુન શનાકાએ માત્ર 19 બોલમાં 47 રન ફટકારીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. ભારત તરફથી તમામ 5 બોલરોને એક-એક વિકેટ મળી હતી. પરંતુ હર્ષલ પટેલે તેની 4 ઓવરમાં 52 રન આપ્યા હતા.
 
ભારતે જીતી હતી પ્રથમ મેચ
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ત્રણ મેચની શ્રેણીની પ્રથમ T20માં 62 રને હરાવ્યું હતું. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે શ્રીલંકાને 200 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 137 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમ સામે 200 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને 62 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ભુવનેશ્વર કુમારે ઈનિંગના પહેલા જ બોલ પર શ્રીલંકાને પહેલો ઝટકો આપ્યો હતો. આ પછી શ્રીલંકાની વિકેટો પડતી રહી. ભારત તરફથી ભુવનેશ્વર અને વેંકટેશ અય્યરે 2-2 વિકેટ ઝડપી હતી. બીજી તરફ રવિન્દ્ર જાડેજા અને યુઝવેન્દ્ર ચહલને એક-એક વિકેટ મળી હતી.

બંને ટીમોની પ્લેઇંગ 11
ભારત:
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ કિપર), શ્રેયસ અય્યર, સંજુ સૈમસન, દીપક હુડા, રવિન્દ્ર જાડેજા, વેંકટેશ અય્યર, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ.

શ્રીલંકા: પથુમ નિસાનકા, કામિલ મિશારા, ચરિત અસલંકા, દિનેશ ચાંદીમલ (વિકેટ કીપર), ઝેનિથ લિયાનાગે, દાસુન શનાકા (કેપ્ટન), ચમિકા કરુણારત્ને, જેફરી વેંડરસે, પ્રવીણ જયવિક્રમા, દુશમંથા ચમીરા, લાહિરુ કુમારા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news