IND vs SL: શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, શિખર ધવન કેપ્ટન, અનેક યુવા ખેલાડીઓને મળી તક

ભારતે શ્રીલંકા સામે લિમિટેડ ઓવર સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર ભાવનગરના ચેતન સાકરિયાને પણ તક મળી છે. 

IND vs SL: શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, શિખર ધવન કેપ્ટન, અનેક યુવા ખેલાડીઓને મળી તક

નવી દિલ્હીઃ ભારતીય ટીમ આગામી મહિને શ્રીલંકાના પ્રવાસે જવાની છે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં ત્રણ મેચોની વનડે અને ત્રણ મેચોની ટી20 સિરીઝ રમશે. વને સિરીઝનો પ્રારંભ 13 જુલાઈથી થશે. ત્યારબાદ 21 જુલાઈથી ટી20 સિરીઝની શરૂઆત થશે. આ માટે બીસીસીઆઈએ ટીમની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં શિખર ધવન ટીમની કમાન સંભાળશે. આ સાથે અનેક યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. 

'ટીમમાં ઓપનર તરીકે શિખર ધવન, પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ અને રુતુરાજ ગાયકવાડનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેન છે. વિકેટકીપર તરીકે ટીમમાં ઈશાન કિશન અને સંજૂ સેમસન છે. ઓલરાઉન્ડરમાં કૃષ્ણપ્પા ગૌતમ, કૃણાલ પંડ્યા છે. સ્પિનરમાં યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી અને રાહુલ ચાહર છે. ફાસ્ટ બોલિંગમાં ચેતન સાકરિયા, નવદીપ સૈની, રાહુલ ચાહર છે. 

શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમ
શિખર ધવન (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (વાઇસ કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઈશાન કિશન, સંજૂ સેમસન, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચહલ, કૃષ્ણપા ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા. 

નેટ બોલરઃ ઈશાન પોરેલ, સંદીપ વોરિયર, અર્શદીપ સિંહ, સાંઈ કિશોરે, સમરનજીત સિંહ.

ભાવનગરના યુવા બોલરને મળી તક
આઈપીએલ 2021માં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર પ્રદર્શન કરનાર ભાવનગરના યુવા બોલર ચેતન સાકરિયાને ટીમમાં પ્રથમવાર તક મળી છે. તો ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનર રુતુરાજ ગાયકવાડ, બેંગલુરૂના ઓપનર દેવદત્ત પડિક્કલ, કોલકત્તા તરફથી આઈપીએલ રમતા નીતિશ રાણા, સ્પિનર કૃષ્ણપ્પા ગૌતમને પ્રથમવાર ટીમ ઈન્ડિયામાં તક મળી છે. 

વનડે સિરીઝનો ક્રાર્યક્રમ
પ્રથમ વનડે 13 જુલાઈ
બીજી વનડે 16 જુલાઈ
ત્રીજી વનડે 18 જુલાઈ

ટી20 સિરીઝનો ક્રાયક્રમ
પ્રથમ ટી20 21 જુલાઈ
બીજી ટી20 23 જુલાઈ
ત્રીજી ટી20 25 જુલાઈ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news