IND vs SA: સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ જાહેર, આ ખેલાડીને મળી વનડેની કમાન, જાણો કોણ છે સામેલ

ભારતીય ક્રિકેટ બોર્ડે આફ્રિકા સામે પ્રવાસ માટે ટીમ જાહેર કરી છે. વનડે અને ટી20 સિરીઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સામેલ નથી. વનડે ટીમની કમાન કેએલ રાહુલને સોંપવામાં આવી છે. 

IND vs SA: સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ જાહેર, આ ખેલાડીને મળી વનડેની કમાન, જાણો કોણ છે સામેલ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડે સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે ત્રણ મેચની ટી20, ત્રણ મેચની વનડે અને બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. આ સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વ્હાઇટ બોલમાં જોવા મળશે નહીં. જ્યારે ટેસ્ટ ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે. 

ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (C), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (wk), KL રાહુલ (wk), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ. શમી*, જસપ્રીત બુમરાહ (VC), પ્રસિદ્ધ કૃષ્ણા.

ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (C), રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (wk), જીતેશ શર્મા (wk), રવિન્દ્ર જાડેજા (VC), વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ , અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચહર.

વનડે સિરીઝ માટે ભારતીય ટીમ
રુતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન , અર્શદીપ સિંહ, દીપક ચહર.

ભારતના દક્ષિણ આફ્રિકાના પ્રવાસની આ ટૂરની શરૂઆત ત્રણ મેચની ટી20 સિરીઝની સાથે થશે. ત્યારબાદ ત્રણ વનડે મેચ રમાશે અને અંતમાં બે મેચની ટી20 સિરીઝ રમાશે. ટી20 સિરીઝનો પ્રથમ મુકાબલો 10 ડિસેમ્બરે રમાવાનો છે. 

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 મેચ 10 ડિસેમ્બરે ડરબનમાં રમાશે. ત્યારબાદ બીજી ટી20 મેચ 12 ડિસેમ્બરે સેન્ટ જોર્જ પાર્ક અને ત્રીજી ટી20 મેચ 14 ડિસેમ્બરે જોહનિસબર્ગમાં રમાશે. ત્યારબાદ 17 ડિસેમ્બરથી વનડે સિરીઝની શરૂઆત થશે. પ્રથમ વનડે જોહનિસબર્ગમાં રમાશે, જ્યારે બીજી વનડે 19 ડિસેમ્બરે સેન્ટ જોર્જ પાર્ક અને ત્રીજી વનડે 21 ડિસેમ્બરે પાર્લમાં રમાશે. ત્યારબાદ 26 ડિસેમ્બરે પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી રમાશે. 

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું પૂર્ણ શેડ્યૂલ
પ્રથમ T20- 10 ડિસેમ્બર

બીજી T20- 12 ડિસેમ્બર

ત્રીજી T20- 14 ડિસેમ્બર

પ્રથમ ODI- 17 ડિસેમ્બર

બીજી ODI- 19 ડિસેમ્બર

ત્રીજી ODI- 21 ડિસેમ્બર

પ્રથમ ટેસ્ટ- 26-30 ડિસેમ્બર

બીજી ટેસ્ટ- 3-7 જાન્યુઆરી
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news