Ravi Shastri: રવિ શાસ્ત્રીએ આપ્યુ ચોંકાવનારૂ નિવેદન, કહ્યું- આ સ્ટાર ઓલરાઉન્ડરને વનડેમાં ન આપો તક
Ravi Shastri On Hardik Pandya: ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ શાસ્ત્રીએ કહ્યુ કે, હાર્દિક પંડ્યાની ફિટનેસને જોતા તેને વનડે મેચમાં આરામ આપવો જોઈએ. જેથી તે ટી20 વિશ્વકપ માટે ફિટ રહી શકે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ટીમ 9 જૂનથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાંચ મેચોની ટી20 સિરીઝ રમવા ઉતરવાની છે. આ સિરીઝ માટે ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે તો કેટલાક ખેલાડીની ટીમમાં વાપસી થઈ છે. આ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ એક ખેલાડીને લઈને મોટુ નિવેદન આપ્યું છે, જે આ સિરીઝથી વાપસી કરી રહ્યો છે. શાસ્ત્રીનું માનવુ છે કે આ ખેલાડીને વનડે ક્રિકેટથી દૂર રાખવાની જરૂર છે.
રવિ શાસ્ત્રીએ આફ્રિકા સામે ટી20 સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાને એક મોટી સલાહ આપી છે. મહત્વનું છે કે આફ્રિકા સામેની સિરીઝથી હાર્દિક પંડ્યા ભારતીય ટીમમાં વાપસી કરવાનો છે. હાર્દિકે પોતાની આગેવાનીમાં આઈપીએલ-2022માં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવી હતી. શાસ્ત્રીએ કહ્યુ કે આ વર્ષે રમાનાર ટી20 વિશ્વકપ પહેલાં હાર્દિકે માત્ર ટી20 મેચ રમવી જોઈએ. તેની ફિટનેસને ધ્યાનમાં રાખવાની જરૂર છે.
આ પણ વાંચોઃ IPL બાદ યુઝવેન્દ્ર ચહલે નવી હેરકટ કરાવી, ચાહકોએ કહ્યું- '50 રૂપિયામાં આનાથી સારા કટિંગ થાય છે'
ભારતીય ટીમના પૂર્વ કોચ શાસ્ત્રીએ સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યુ કે, હાર્દિક પંડ્યા એક બેટર કે ઓલરાઉન્ડરના રૂપમાં ટીમમાં પરત આવશે. મને નથી લાગતું કે તે એટલો ઈજાગ્રસ્ત છે કે બે ઓવર પણ ન ફેંકી શકે. તેને પૂરતો આરામ મળ્યો છે, જે આગળ પણ મળવો જોઈએ. વિશ્વકપમાં જવા માટે પંડ્યાએ માત્ર ટી20 ક્રિકેટ રમવુ જોઈએ. તેણે વનડે રમીને જોખમ ઉઠાવવું જોઈએ નહીં.
હાર્દિક પંડ્યાએ કરી શાનદાર વાપસી
હાર્દિક પંડ્યાએ ઈજા બાદ આઈપીએલ-2022માં દમદાર વાપસી કરી હતી. પંડ્યાએ ભારત માટે અંતિમ ટી20 મેચ વિશ્વકપમાં નામિબિયા સામે રમી હતી. હાર્દિકે આઈપીએલમાં 15 મેચમાં 131ની સ્ટ્રાઇક રેટથી 487 રન બનાવ્યા અને આઠ વિકેટ ઝડપી હતી. આ સિરીઝ ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળતા પણ હાર્દિકે બધાને પ્રભાવિત કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે