IND vs NZ ODI Series: હવે વનડે સિરીઝમાં ભારત-ન્યૂઝીલેન્ડની ટક્કર, જાણો ક્યારે અને ક્યાં જોશો મેચ
IND vs NZ: ત્રણ મેચની ટી20 સિરીઝ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે મેચની સિરીઝ રમાશે. જેની શરૂઆત 25 નવેમ્બરથી થશે. ભારતની ટીમની કમાન શિખર ધવન સંભાળશે.
Trending Photos
નવી દિલ્હીઃ India vs New Zealand: ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ભારતીય ટીમ ત્રણ મેચોની ટી20 સિરીઝ પોતાના નામે કરી ચુકી છે. હવે તેનું ધ્યાન અહીં વનડે સિરીઝ કબજે કરવા પર હશે. બંને ટીમો વચ્ચે 25 નવેમ્બરથી ત્રણ મેચોની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝમાં ભારતીય ટીમની કમાન શિખર ધવન સંભાળશે.
વનડે સિરીઝનો કાર્યક્રમ
બંને ટીમો વચ્ચે પ્રથમ વનડે 25 નવેમ્બરે ઓકલેન્ડમાં રમાશે. બીજી વનડે 27 નવેમ્બરે હેમિલ્ટન અને ત્રીજી વનડે 30 નવેમ્બરે ક્રાઇસ્ટચર્ચમાં રમાવાની છે. આ ત્રણેય મુકાબલા ભારતીય સમયાનુસાર સવારે 7 કલાકે શરૂ થશે.
ભારતીય ટીમમાં પાંચ ફેરફાર
ટી20 સિરીઝની કમાન જ્યાં હાર્દિક પંડ્યાના હાથમાં હતી, તો વનડે સિરીઝમાં શિખર ધવન કેપ્ટન છે. આ સાથે ટીમમાં ચાર અન્ય ફેરફાર થયા છે. ભારતીય ટીમની ટી20 ટીમમાં સામેલ ભુવનેશ્વર કુમાર, ઈશાન કિશન, હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજની જગ્યાએ શાર્દુલ ઠાકુર, કુલદીપ સેન, શાહબાઝ શહમદ અને દીપક ચાહરની એન્ટ્રી થઈ છે.
વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
શિખર ધવન (કેપ્ટન), રિષભ પંત (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન, વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચાહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.
વનડે સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ
કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લાથમ, ડેરિલ મિચેલ, એડન મિલ્ને, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી.
ક્યાં જોશો મેચ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝના દરેક મુકાબલા લાઇવ ટેલીકાસ્ટ ડીડી ફ્રી ડિશ કનેક્શન હોય તેને ડીડી સ્પોર્ટ્સ પર જોવા મળશે. તો આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ અમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે