IND vs NZ 3rd T20I: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સિરીઝનો નિર્ણય, જાણો પિચ રિપોર્ટ અને હવામાનનો હાલ
IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો બુધવાર (1 ફેબ્રુઆરી) સાંજે 7 કલાકે રમાશે. જે ટીમ આ મેચ જીતશે સિરીઝ તેના નામે થઈ જશે.
Trending Photos
અમદાવાદઃ IND vs NZ 3rd T20I Match Preview: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાશે. સિરીઝના શરૂઆતી બે મુકાબલામાં એક મુકાબલો ન્યૂઝીલેન્ડ અને એક ટીમ ઈન્ડિયાના નામે રહ્યો છે. તેવામાં અમદાવાદમાં રમાનારી ત્રીજી મેચ આ સિરીઝનો નિર્ણય કરશે.
અમદાવાદમાં આ પહેલા છ ટી20 મેચ રમાઈ છે, તેમાંથી ભારતને ચારમાં જીત મળી છે અને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જે બે મુકાબલામાં ટીમ ઈન્ડિયાને અહીં હાર મળી, તે મેચ એકતરફી રહી હતી.
કેવી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ?
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર અત્યાર સુધી રમાયેલા ટી20 આંતરરાષ્ટ્રીય મુકાબલામાં બેટરોનો જલવો રહ્યો છે. 6 મેચની 12 ઈનિંગમાં 10 વખત 150+ રન બન્યા છે. તેમાંથી 5 વખત ટીમોએ 180+નો સ્કોર કર્યો છે. અહીંનો સર્વોચ્ચ સ્કોર 224 રન રહ્યો છે. આ મેદાન પર ચોગ્ગા-છગ્ગાની વરસાદ થાય છે. બેટરોને મદદગાર વિકેટ પર એક ફેબ્રુઆરીએ રમાનાર આ મુકાબલામાં રનનો વરસાદ થવાનો છે.
શું ટોસની ભૂમિકા મહત્વની રહેશે?
અહીં અત્યાર સુધી રમાયેલી છ આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં ત્રણ વખત પહેલા બેટિંગ કરનારી ટીમને જીત મળી છે અને ત્રણ વખત બાદમાં બેટિંગ કરનારી ટીમને જીત હાથ લાગી છે. પરંતુ બાદમાં બેટિંગ કરનારી ટીમોએ જે મેચ જીતી છે, તે એકતરફી અંદાજમાં જીત મેળવી છે. તેવામાં અહીં ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગનો નિર્ણય કરી શકે છે.
કેવું રહેશે અમદાવાદનું હવામાન?
મેચ દરમિયાન અમદાવાદનું હવામાન ક્રિકેટ રમવા માટે અનુકૂળ રહેશે. એટલે કે ન વધુ ઠંડી હોય ન વધુ ગરમી. તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી એટલે કે દર્શકોને સંપૂર્ણ મેચનો આનંદ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે