IND vs NZ: રોહિત-રાહુલે બોલાવ્યા ભૂક્કા, ભારતે કીવીને 7 વિકેટે આપી માત
ભારત-ન્યૂઝીલેંડ ટી-20 સીરીઝ (India vs New Zealand T20 Series) નો બીજો મુકાબલો રાંચી (Ranchi) જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (JSCA International Stadium) રમાઇ રહેલી બીજી મેચમાં કીવીને માત આપી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત-ન્યૂઝીલેંડ ટી-20 સીરીઝ (India vs New Zealand T20 Series) નો બીજો મુકાબલો રાંચી (Ranchi) જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (JSCA International Stadium) રમાઇ રહેલી બીજી મેચમાં કીવીને માત આપી છે. અહીં ભારતીય પ્લેયર્સનો જલવો જોવા મળ્યો હતો. ભારતે કીવી ટીમને 7 વિકેટે હારનો સ્વાદ ચખાડ્યો હતો.
રોહિત-રાહુલે અપાવી જીત
ભારતના બંને ઓપનર્સ વચ્ચે 117 રનની પાર્ટનરશિપ થઇ, કેએલ રાહુલ (KL Rahul) એ 49 બોલમાં 132.65 ની સ્ટ્રાઇક રેટ સાથે 65 રન બનાવ્યા આ દરમિયાન તેમણે 6 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી. કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ 36 બોલમાં 152.77 ની સ્ટ્રાઇક રેટ સાથે 1 ચોગ્ગો અને 5 સિક્સરની મદદથી ધમાકેદાર 55 રન બનાવ્યા.
ભારતને 154 રનનો ટાર્ગેટ
ન્યૂઝીલેંડે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 153 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સ (Glenn Phillips) એ સૌથી વધુ 34 રનનું યોગદાન આપ્યું માર્ટિન ગુપ્ટિલ (Martin Guptill ) અને ડેરિલ મિચેલ (Daryl Mitchell) એ 31-31 રન બનાવ્યા હતા, તો બીજી તરફ માર્ક ચૈપમૈન 21 રન બનાવીને આઉટ થયા.
પાવર પ્લેમાં કીવી ટીમે બતાવ્યો દમ
ન્યૂઝીલેંડ ક્રિકેટ ટીમે પહેલાં 6 ઓવરમાં શાનદાર રમત બતાવી. પાવરપ્લેમાં ધમાકેદાર બેટીંગ કરતાં ટોપ ઓર્ડરના પ્લેયર્સએ 64 રન બનાવ્યા, જ્યારે માર્ટિન ગુપ્ટિલ તરીકે એકમાત્ર વિકટ પડી. આ શાનદાર શરૂઆતનો કીવી ટીમ ફાયદો ઉઠાવી શકી નહી અને 153 રનના સ્કોર પર અટકી ગઇ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે