IND vs ENG: England ને ધૂળ ચટાવવા માટે તૈયાર Team India, ટેસ્ટ સિરીઝ પહેલા શરૂ કરી પ્રેક્ટિસ

ટીમ ઇન્ડિયા  (Team India) અને ઇંગ્લેન્ડ (England) સામે ખેલાડીઓનો ક્વોરન્ટાઈન (Quarantine) સમય પૂરો થઈ ગયો છે. ત્યારબાદ બંને ટીમોના ખેલાડીઓએ ટેસ્ટ સિરીઝ (Test series) માટે તેમની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે

IND vs ENG: England ને ધૂળ ચટાવવા માટે તૈયાર Team India, ટેસ્ટ સિરીઝ પહેલા શરૂ કરી પ્રેક્ટિસ

ચેન્નાઈ: ટીમ ઇન્ડિયા  (Team India) અને ઇંગ્લેન્ડ (England) સામે ખેલાડીઓનો ક્વોરન્ટાઈન (Quarantine) સમય પૂરો થઈ ગયો છે. ત્યારબાદ બંને ટીમોના ખેલાડીઓએ ટેસ્ટ સિરીઝ (Test series) માટે તેમની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. બીસીસીઆઇએ (BCCI) ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

5 ફેબ્રુઆરીથી શરૂ થશે સિરીઝ
ટીમ ઈન્ડિયાએ (Team India) 5 ફેબ્રુઆરીથી ઇંગ્લેન્ડ (England) સાથે ચાર મેચની ટેસ્ટ સિરીઝ (Test series) શરૂ કરવાની છે. આ સિરીઝની પહેલી મેચ ચેન્નઈના (Chennai) ચિદમ્બરમ સ્ટેડિયમ (Chidambaram Stadium) ખાતે રમાશે.

આજથી શરૂ કરી પ્રેક્ટિસ
ભારતીય ટીમના (Team India) કોવિડ -19 માટે નિયમિત અંતરાલે ત્રણ ટેસ્ટિંગ કરાયા હતા અને તમામ પરિણામો નેગેટિવ આવ્યા છે. જે બાદ પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે.

ઇંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ પહેલાથી કરી રહ્યા છે પ્રેક્ટિસ
શ્રીલંકાના (Sri Lanka) પ્રવાસ પર ન જનારા બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને ઇંગ્લેન્ડના (England) રોરી બર્ન્સનો પૃથકવાસ પહેલા જ પૂર્ણ થઈ ચૂક્યો છે અને તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે.

ઇંગ્લેન્ડને હરાવવા માટે તૈયાર છે ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમ (Team India) છેલ્લા ત્રણ વર્ષમાં બે વાર ઓસ્ટ્રેલિયન ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતીને આત્મવિશ્વાસથી ભરેલી છે. ગયા મહિને ભારતે ઓસ્ટ્રેલિયાને (Australia) ટેસ્ટ સિરીઝમાં (Test series) 2-1થી હરાવી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ હાલ ઉત્સાહથી ભરેલી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news