Viral Video: સલામ છે આ મહિલા પોલીસકર્મીને, બિનવારસી મૃતદેહને કાંધ આપી 2 કિમી ચાલ્યા

ખાસ જુઓ VIDEO. એવા પણ પોલીસકર્મીઓ જોવા મળે છે જેમના કર્મોના કારણે ખાખીની આન બાન અને શાનમાં ચાર ચાંદ લાગે છે. ખાખીનું ગૌરવ અનેક ગણું વધારે છે. 

Viral Video: સલામ છે આ મહિલા પોલીસકર્મીને, બિનવારસી મૃતદેહને કાંધ આપી 2 કિમી ચાલ્યા

નવી દિલ્હી: અનેકવાર કેટલાક પોલીસ (Police) કર્મીઓ એવું કામ કરે છે કે નતમસ્તક થઈ જવાની ઈચ્છા થઈ જાય છે. જો કે આપણી સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓની કામગીરી સલામ લાયક જ છે પરંતુ જ્યારે કોઈ આવી ઘટના જોવા મળે ત્યારે હ્રદયપૂર્વક સલામ કરવી જરૂરી બને છે. આવો જ એક કિસ્સો આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ના શ્રીકાકુલમના કોશી બગ્ગા પોલીસ સ્ટેશનમાં તૈનાત મહિલા સબ ઈન્સ્પેક્ટર સિરીશાનો જોવા મળ્યો. જેમણે એક ઉત્તમ મિસાલ રજુ કરી છે. તેમણે એક લાવારિસ મૃતદેહને પોતે કાંધ આપી અને ત્યારબાદ તેને લઈને સ્મશાન પણ પહોંચ્યા. 

પોતાની સામે જ કરાવ્યા અંતિમ સંસ્કાર
પોલીસ સબ ઈન્સ્પેક્ટર સિરીશાને જેવા ગામમાં કોઈ અજાણ્યા મૃતદેહ અંગે સમાચાર મળ્યા કે તેઓ તપાસ માટે પોતે જ પહોંચી ગયા. તપાસ બા મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવાનો હતો. પરંતુ આ મૃતદેહને સ્વીકારવાની બધાએ ના પાડી દીધી. ત્યારે સબ ઈન્સ્પેક્ટર સિરીશાએ જ મોરચો સંભાળ્યો અને લોકોની મદદથી મૃતદેહને ખભે લઈને સ્માશાન ઘાટ પર પહોંચ્યા. પોતાની સામે જ તેમણે અંતિમ સંસ્કાર કરાવ્યા. 

— Andhra Pradesh Police (@APPOLICE100) February 1, 2021

આંધ્ર પોલીસે શેર કર્યો વીડિયો
આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)  પોલીસે પોતાના પેજ પર તેમનો વીડિયો (Video) શેર કર્યો છે. સબ ઈન્સ્પેક્ટર સિરીશા મૃતદેહને ખભે લઈને 2 કિલોમીટર જેટલું ચાલ્યાં તેઓ ખેતરોની કેડી પર ચાલીને ખભે લાશ લઈને સ્મશાન ઘાટ સુધી પહોંચ્યા. 

— L.V. Prasanna Kumar (@layagrahiprasu) February 1, 2021

— dantuluri ramavarma (@rvdantuluri) February 1, 2021

લોકોએ પણ તેમના કામને બિરદાવ્યા
સોશિયલ મીડિયા પર લોકોએ સબ ઈન્સ્પેક્ટર સિરીશાના આ કામ બદલ તેમને સલામ કરી છે. ટ્વિટર પર લોકો લખી રહ્યા છે કે તેમના આ કર્મએ લોકોને પ્રેરણા આપી છે. તેમને રિયલ હીરો ગણાવ્યાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news