IND vs ENG: Jasprit Bumrah-Mohammed Shami એ તોડ્યું ઇંગ્લેન્ડનું અભિમાન, તાબડતોડ બેટીંગ કરી પલટી દીધી બાજી
ઇંગ્લેન્ડના ઐતિહાસિક મેદાન લોર્ડ્સ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરીઝની બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચના અંતિમ દિવસે બંને ટીમો વચ્ચે મુકાબલો ખૂબ રોમાચક થઇ ચૂક્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ઇંગ્લેન્ડના ઐતિહાસિક મેદાન લોર્ડ્સ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરીઝની બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચના અંતિમ દિવસે બંને ટીમો વચ્ચે મુકાબલો ખૂબ રોમાચક થઇ ચૂક્યો છે. એક સમયે દિવસે રમતની શરૂઆત થતાં જ ઇંગ્લેન્ડએ મેચમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી. પરંતુ નીચલા ક્રમમાં બેટીંગ કરવા આવેલા મોહમંદ શમી અને જસપ્રીત બુમરાહે આ અંગ્રેજો પાસેથી આ મેચને લગભગ છીનવી લીધી છે.
ભારત માટે હીરો બન્યા બુમરાહ અને શમી
પાંચમા દિવસે પહેલા સેશનમાં જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને મોહમંદ શમીની શાનદાર બેટીંગએ ઇંગ્લેન્ડના હાથમાંથી લગભગ આ મેચ ઝૂંટવી લીધી છે. જોકે આ બંને ખેલાડીઓ વચ્ચે 9મી વિકેટ માતે લંચ સુધી 77 રનની ભાગીદારી થઇ ચૂકી છે. શમી 52 અને બુમરાહ 30 રન બનાવીને અણનમ પરત ફર્યા. ભારતની બઢત હવે 259 રન થઇ ગયા છે. તો બીજી તરફ ભારતનો કુલ સ્કોર 286 રન પર 8 વિકેટ થઇ ચૂકી છે.
ઇંગ્લેન્ડને 272 રનનો ટાર્ગેટ
જ્યાં 5મા દિવસની રમત શરૂ થતાં પહેલાં એક સમયે એવું લાગી રહ્યું હતું કે ઇંગ્લેન્ડ ભારતને ખૂબ જલદી ઓલઆઉટ કરી દેશે તો બીજી તરફ શમી અને બુમરાહએ ઇંગ્લેન્ડને ચોંકાવી દીધા છે. જે પીચ પર મોટા મોટા બેટ્સમેન ફેલ થઇ ગયા ત્યાં શમી અને બુમરાહની બેટીંગે ઇંગ્લેન્ડને મુસીબતમાં મુકી દીધું.
ભારત પાસે જીતની તક
એક સમયે ભારત આ ટેસ્ટને બચાવતું જોવા મળી રહ્યું હતું તો બીજી તરફ આ મેચમાં ઇન્ડીયન ટીમ જીત તરફ વધી રહી છે. 272 રનનો પીછો કરવા આવેલી ઇગ્લેંડની ટીમની શરૂઆત પણ કંઇક સારી ન રહી. પહેલી ઓવર ફેંકવા આવેલા જસપ્રીત બુમરાહે આવતાં જ ઇંગ્લેન્ડના ઓપનર રોરી બર્ન્સને પરત મોકલી દીધા હતા. હવે ભારતને જીત માટે 2 સેશનની અંદર ઇંગ્લેન્ડની 9 વિકેટ લેવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે