Afghanistan News: ઘણા ભારતીય અફઘાનિસ્તાનથી દેશ પરત ફરવા માંગે છે, અમે તેમના સંપર્કમાં છીએ- વિદેશ મંત્રાલય

અફઘાનિસ્તાન (Afghanistan) પર સંપૂર્ણપણે તાલિબાન (Taliban) નો કબજો થઇ ચૂક્યો છે. આ દરમિયાન ભારતે કહ્યું કે ગત થોડા દિવસોમાં કાબુલમાં સુરક્ષા સ્થિતિ ખૂબ ખરાબ થઇ ગઇ છે.

Afghanistan News: ઘણા ભારતીય અફઘાનિસ્તાનથી દેશ પરત ફરવા માંગે છે, અમે તેમના સંપર્કમાં છીએ- વિદેશ મંત્રાલય

નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) પર સંપૂર્ણપણે તાલિબાન (Taliban) નો કબજો થઇ ચૂક્યો છે. આ દરમિયાન ભારતે કહ્યું કે ગત થોડા દિવસોમાં કાબુલમાં સુરક્ષા સ્થિતિ ખૂબ ખરાબ થઇ ગઇ છે. આ ઝડપથી બદલાઇ રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે સરકાર અફઘાનિસ્તાનમાં તમામ ઘટનાક્રમો પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. 

આ આથે જ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમે જાણીએ છીએ કે અફઘાનિસ્તાન (Afghanistan) માં કેટલાક ભારતીય નાગરિક છે, જે પરત ફરવા માંગે છે અને અમે તેમના સંપર્કમાં છીએ. અમે અફઘાનિસ્તાન સિખ, હિંદુ સમુદાયોના પ્રતિનિધિઓના સંપર્કમાં છે. તે લોકોને મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે અફઘાનિસ્તાન છોડવા માંગે છે. 

અરિંદમ બાગચી (Arindam Bagchi) એ કહ્યું કે કાબુલ એરપોર્ટ (Kabul Airport) પરથી કોર્મર્શિયલ ફ્લાઇટનું ઓપરેશન આજે બંધ કરી દેવામાં આવ્યું છે. તેથી અમારી સ્વદેશમાં આગમનના પ્રયત્નોને રોકાવવા પર મજબૂર કરી દીધા છે. અમે પ્રક્રિયાને ફરીથી શરૂ કરવા માટે ઉડનોને ફરીથી શરૂ કરવાની રાહ જોઇ રહ્યા છીએ.  

જોકે, વિદેશ મંત્રાલયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કાબુલ એરપોર્ટ પર ભારે અફરાતફરીની સ્થિતિ છે. લોક અફઘાનિસ્તાન છોડીને પોત-પોતાના સ્વદેશ પરત ફરવા માંગે છે. એવી સ્થિતિ પર કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર લોકોની ભારે ભીડ છે. જાણકારી અનુસાર ભારતના 130 લોકો કાબુલમાં હાજર છે. તેમાં કેટલાક રાજદૂત સામેલ થવાની પણ સૂચના છે. કાલે એર ઇન્ડીયાની એક ફ્લાઇટ  AI244 કાબુલ (Kabul) માંથી 129 લોકો દિલ્હી લઇને પહોંચી હતી.  

સોમવારે તાલિબાન (Taliban) ના લડાકુઓએ અફઘાનિસ્તાનની સાંસદ પર કબજો કરી લીધો છે. તે પહેલાં રવિવારે તાલિબાન (Taliban) ના આતંકવાદીઓએ રાષ્ટ્રપતિ ભવન પર પોતાનો કબજો કરી લીધો છે. દેશના રાષ્ટ્રપતિ અશરફ ગની અફઘાનિસ્તાન છોડીને રવિવારે જ જતા રહ્યા છે. આ ઉપરાંત રવિવારે કાબુલથી ઉડાન ભરેલી એર ઇન્ડીયાની ફ્લાઇટમાંથી કેટલાક અફઘાનિસ્તાન (Afghanistan) ના પણ દિલ્હી પહોંચ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news