INDvsBAN: દીપક ચાહરે એક ઝટકે તોડ્યા 5 રેકોર્ડ, ટી20ના બેસ્ટ બોલર બન્યા
મેજબાન ભારતે બાંગ્લાદેશ વિરૂદ્ધ (India vs Bangladesh) ત્રીજી ટી20 મેચમાં જોરદર વાપસી કરતાં 30 રનથી જીત નોંધાવી હતી. બાંગ્લાદેશ આ મેચમાં એક સમયે મજબૂત સ્થિતિમાં હતું. તે જીત તરફ આગળ વધી રહ્યું હતું.
Trending Photos
નવી દિલ્હી: મેજબાન ભારતે બાંગ્લાદેશ વિરૂદ્ધ (India vs Bangladesh) ત્રીજી ટી20 મેચમાં જોરદર વાપસી કરતાં 30 રનથી જીત નોંધાવી હતી. બાંગ્લાદેશ આ મેચમાં એક સમયે મજબૂત સ્થિતિમાં હતું. તે જીત તરફ આગળ વધી રહ્યું હતું. પરંતુ દીપક ચાહર (Deepak Chahar)એ ના ફક્ત તેની ગતિ પર બ્રેક લગાવી પરંતુ તેમની ગાડી પાટા પરથી ઉતારી દીધી. દીપક ચાહરના આ રેકોર્ડતોડ પ્રદર્શનના લીધે ભારતન મજબૂત જીત મળી. 'મેન ઓફ ધ મેચ' દીપક ચાહરે આ દરમિયાન પાંચ રેકોર્ડ પોતાના નામે કર્યા.
ભારતે બાંગ્લાદેશ વિરૂદ્ધ રવિવારે પહેલાં બેટિંગ કરતાં પાંચ વિકેટ પર 174 રન બનાવ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશને 19.4 ઓવરમાં 144 રન પર ઓલઆઉટ કરી દીધું. બાંગ્લાદેશ એક સમયે બે વિકેટ પર 110 રન બનાવી લીધા હતા. તે સમયે તેને જીત માટે 43 બોલમાં ફક્ત 65 રન બનાવવાના હતા. ત્યારે દીપક ચાહરે મોહમંદ મિથુનને આઉટ કરી મેચમાં વાપસી કરી લીધી. બાંગ્લાદેશ આ ઝટકામાંથી બહાર નિકળી ન શકી અને 144 રન પર આઉટ થઇ ગઇ.
1. દીપક ચાહરે આ મેચમાં સતત ત્રણ વિકેટ લઇને હેટ્રિક પોતાના નામે કરી. તે ટી20 ઇન્ટરનેશનલ મેચમાં હેટ્રિક લેનાર ભારતના પ્રથમ ક્રિકેટર બની ગયા છે. વર્લ્ડ ક્રિકેટની વાત કરીએ તો આ 12મી તક છે જ્યારે કોઇ બોલરે હેટ્રિક લીધી છે. મહિલા ક્રિકેટની વાત કરીએ તો ભારતની એકતા બિષ્ટ પણ હેટ્રિક લઇ ચૂકી છે.
2. દીપક ચાહર (3.2-0-7-6) એ આ મેચમાં ફક્ત સાત રન આપીને છ વિકેટ ઝડપી. આ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બેસ્ટ બોલિંગનો રેકોર્ડ છે. દીપકે શ્રીલંકાના અજંથા મેંડિસ (4.0-2-8-6)નો રેકોર્ડ તોડ્યો. ભારતીય ક્રિકેટરોની વાત કરીએ તે દીપક ચાહર પહેલાં બેસ્ટ બોલિંગનો રેકોર્ડ યુજવેંદ્વ ચહલ (4.0-1-16-6)ના નામે હતો. યુજવેંદ્વ ચહલ (Yuzvendra Chahal)એ 2017માં આ પ્રદર્શન કર્યું હતું.
3. દીપક ચાહર ટી20 ઇન્ટરનેશનલ મેચની એક ઇનિંગમાં છ વિકેટ લેનાર પ્રથમ બોલર છે. આ પહેલાં ફક્ત બે બોલર જ ટી20 મેચની એક ઇનિંગમાં છ વિકેટ લઇ શક્યા છે. આ બંને બોલર સ્પિનર અજંથા મેડિંસ (Ajantha Mendis) અને યુજવેંદ્વ ચહલ (Yuzvendra Chahal) છે. મેંડિસ આમ બે વખત કરી ચૂક્યા છે.
4. આ પ્રથમ તક છે જ્યારે કોઇ બોલરે બાંગ્લાદેશ વિરૂદ્ધ ટી20 મેચની એક ઇનિંગમાં છ વિકેટ લીધી હોય. આ પહેલાં બાંગ્લાદેશ વિરૂદ્ધ સર્વેશ્રેષ્ઠ બોલીંગનો રેકોર્ડ કેરેબિયાઇ બોલર કીમો પોલ (4.0-0-15-5) ના નામે હતો. વેસ્ટઇન્ડીઝન કીમો પોલ (Keemo Paul)એ 2018માં એક ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી.
5. આ પ્રથમ તક છે જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય ટી20 સીરીઝ રમાઇ હોય. દીપક ચાહરે સીરીઝની ત્રણ મેચમાં કુલ 8 વિકેટ લીધી. તે સીરીઝના શ્રેષ્ઠ બોલર રહ્યા. તેમને આ પ્રદર્શન માટે 'મેન ઓફ ધ સીરીઝ'નો એવોર્ડ આપવામાં આવ્યો. આ પ્રકારે બાંગ્લાદેશ વિરૂદ્ધ ટી20 સીરીઝમાં આ એવોર્ડ પોતાના નામે કરનાર પ્રથમ ભારતીય પણ બની ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે