IND vs BAN: ટીમ ઈન્ડિયાએ આખરે બાંગ્લાદેશને કેમ ન આપ્યું ફોલોઓન? જાણવા જેવું છે કારણ!
ભારતની પહેલી ઈનિંગમાં 376 રન થયા હતા. આવમાં ટીમ પાસે બાંગ્લાદેશને ફોલોઓન આપવાની તક હતી. આમ છતાં કેપ્ટન રોહિત શર્માએ બેટિંગનો નિર્ણય લીધો.
Trending Photos
જસપ્રીત બુમરાહના નેતૃત્વમાં બોલરોના શાનદાર પ્રદર્શનના દમ પર ભારતે ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશની પહેલી ઈનિંગ 149 રન પર સમેટી નાખી. બુમરાહે 50 રન આપીને ચાર વિકેટ લીધી. જ્યારે મોહમ્મદ સિરાજ, આકાશ દીપ અને રવિન્દ્ર જાડેજાને 2-2 વિકેટ મળી. ભારતની પહેલી ઈનિંગમાં 376 રન થયા હતા. આવમાં ટીમ પાસે બાંગ્લાદેશને ફોલોઓન આપવાની તક હતી. આમ છતાં કેપ્ટન રોહિત શર્માએ બેટિંગનો નિર્ણય લીધો.
કેમ ન કર્યું ફોલોઓન
ભારતે બાંગ્લાદેશને ફોલોઅન કર્યું હોત અને જલદી જલદી આઉટ કરી નેચ ખતમ કરવાની તક હતી. પરંતુ ટીમ ઈન્ડિયાએ આમ કર્યું નહી. તેનું એકમાત્ર કારણ હતું ફાસ્ટ બોલરોનો વર્કલોડ. ચેન્નાઈમાં પિચ ફાસ્ટ બોલરોને મદદ કરી રહી છે. ત્યાં ગરમી પણ છે. આવામાં સતત બે ઈનિંગમાં બોલિંગ કરવાથી ભારતીય ફાસ્ટ બોલરોના ઈજાગ્રસ્ત થવાનું જોખમ રહત. આ કારણ છે કે ટીમ ઈન્ડિયાએ ફરીથી બેટિંગનો નિર્ણય લીધો.
ભારતે આ સીઝનમાં હજુ 9 ટેસ્ટ રમાવાની છે. જેમાં 5 ટેસ્ટ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રમશે. તે પહેલા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારત ઘરેલુ મેદાન પર 3 ટેસ્ટ મેચ રમશે. મોહમ્મદ શમી પહેલેથી ઈજાગ્રસ્ત છે. આવામાં ટીમ ઈન્ડિયા કોઈ પણ ભોગે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ ઈજાગ્રસ્ત ન થાય તે ઈચ્છશે. ભારત હાલ બેટિંગ કરી રહ્યું છે અને આવામાં ફાસ્ટ બોલરોને આરામ મળી જશે.
બીજી ઈનિંગમાં 81 રન
ભારતની બીજી ઈનિંગની શરૂઆત પણ આજે ખરાબ જોવા મળી. કેપ્ટન રોહિત શર્મા 5 રન કરીને આઉટ થઈ ગયા અને યશસ્વી જયસ્વાલ 10 રન કરી ટીમ 28 રને પહોંચી ત્યાં સુધીમાં પેવેલિયન ભેગા થઈ ગયા. ગિલ અને વિરાટ કોહલી (17)એ ત્યારબાદ સંભાળીને બેટિંગ કરવાનો પ્રયત્ન કર્યો અને ત્રીજી વિકેટ માટે 39 રન જોડ્યા. ગિલે આ દરમિાયન કેટલાક શાનદાર શોટ માર્યા. કોહલી ક્રીઝ પર સમય વિતાવ્યા બાદ મહેંદી હસન મિરાજના બોલ પર એલબીડબલ્યુ થઈ ગયો. ગિલ 33 રન અને પંત 12 રન સાથે રમતમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે