T20 વર્લ્ડ કપ: ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં, ન્યૂઝીલેન્ડને હરાવીને બનાવી જીતની હેટ્રિક

ભારતીય મહિલા ટીમે આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કરીને સેમીફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. ભારતે આજે ન્યૂઝીલેન્ડને મહત્વની મેચમાં 3 રનથી હરાવ્યું. 16 વર્ષની ભારતીય ઓપનર શેફાલી વર્મા પ્લેયર ઓફ ધ મેચ બની. ટુર્નામેન્ટમાં ભારતની આ ત્રીજી જીત છે. તેણે અગાઉ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશને હરાવ્યાં હતાં. 

T20 વર્લ્ડ કપ: ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં, ન્યૂઝીલેન્ડને હરાવીને બનાવી જીતની હેટ્રિક

નવી દિલ્હી: ભારતીય મહિલા ટીમે આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કરીને સેમીફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. ભારતે આજે ન્યૂઝીલેન્ડને મહત્વની મેચમાં 3 રનથી હરાવ્યું. 16 વર્ષની ભારતીય ઓપનર શેફાલી વર્મા પ્લેયર ઓફ ધ મેચ બની. ટુર્નામેન્ટમાં ભારતની આ ત્રીજી જીત છે. તેણે અગાઉ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશને હરાવ્યાં હતાં. 

મહિલા ટી 20 વર્લ્ડ કપમાં ગુરુવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ. ભારતે મેલબર્નમાં રમાયેલી મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરી. જેમાં શેફાલી વર્મા (46)ની સુપર્બ ઈનિંગના કારણે 8 વિકેટ પર 133 રનનો સ્કોર કર્યો. ન્યૂઝીલેન્ડની ટીમ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી તો પાંચ વિકેટ પર માત્ર 130 રન કરી શકી. ભારતની હવે પછીની મેચ શ્રીલંકા સામે હશે. 

ભારતની બેટિંગની વાત કરીએ તો એકવાર ફરીથી શેફાલી વર્મા ટીમની ટોપ સ્કોરર સાબિત થઈ. તેણે 46 રન કર્યાં. શેફાલીએ 34 બોલમાં ચાર ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી રન ફટકાર્યા. તાનિયા ભાટિયાએ 25 બોલમાં 23 રન કર્યાં. શેફાલી અને તાનિયાને બાદ કરતા અન્ય કોઈ પણ ખેલાડી 20નો આંકડો પાર કરી શકી નહી. રાધા યાદવે 14, સ્મૃતિ મંધાનાએ 11 અને જેમિમાહ રોડ્રિગેજ તથા શિખા પાંડેએ 10-10 રન કર્યાં. ન્યૂઝીલેન્ડની અમેલી કેર અને રોજમેરી મેયરે 2-2- વિકેટ લીધી. 

જુઓ LIVE TV

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી. તેણે 13 રન પર ઓપનર રચેલ પ્રીસ્ટ (12)ની વિકેટ ગુમાવી. સોફી ડિવાઈન(14) અને સૂઝી બેટ્સ (6) પણ જલદી આઉટ થઈ ગયાં. મેડી ગ્રીન (24) અને કેટી માર્ટિન (25)એ ટીમને સંભાળવાની કોશિશ કરી. આ બંનેએ 43 રનની ભાગીદારી કરી. પરંતુ આ દરમિયાન ટીમ પર રનરેટનું દબાણ વધતું ગયું અને પછી તો કેટી માર્ટિન આઉટ થઈ. ત્યારે ટીમનો સ્કોર 16.3 ઓવરમાં 90 રન હતો. ન્યૂઝીલેન્ડને જીત માટે 21 બોલમાં 44 રન જોઈતા હતાં. ન્યૂઝીલેન્ડના પૂછડિયા ખેલાડીઓ માટે આ લક્ષ્યાંક અઘરું સાબિત થયું. 

ભારતીય ટીમ ટુર્નામેન્ટના એ ગ્રુપમાં છે. આ ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમો છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશને હરાવીને 6 અંક સાથે ગ્રુપમાં પહેલા નંબરે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો 2-2 અંક સાથે ક્રમશ બીજા અને ત્રીજા નંબરે છે. શ્રીલંકા અને બાંગ્લાદેશનું હજુ ખાતુ ખુલ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news