2022 મહિલા વિશ્વકપની પ્રાઇઝ મની આઈસીસીએ કરી ડબલ, વિજેતા ટીમને મળશે આટલા કરોડ
4 માર્ચથી ન્યૂઝીલેન્ડમાં શરૂ થનાર આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપ 2022માં ઈનામી રકમમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે આ ટૂર્નામેન્ટજીતનાર ટીમ પર પૈસાનો વરસાદ થશે.
Trending Photos
નવી દિલ્હીઃ 4 માર્ચથી ન્યૂઝીલેન્ડમાં શરૂ થનાર આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપ 2022માં પુરસ્કાર રકમમાંમોટો વધારો કરવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટનું આયોજન 6 સ્થળોએ થવાનું છું, જેની રકમ 1.32 મિલિયન અમેરિકી ડોલર રાખવામાં આવી છે, જે ઈંગ્લેન્ડમાં 2017માં રમાયેલ વિશ્વકપની ઈનામી રકમ કરતા બમણી છે. મંગળવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આપેલી માહિતી પ્રમાણે કુલ પુરસ્કાર રકમમાં પણ 75 ટકાનો વધારો થયો છે, જેમાં આઠ ટીમોને 35 લાખ અમેરિકી ડોલરનો ભાગ લીધો છે, જે પાછલી સીઝનની તુલનામાં 1.5 મિલિયન અમેરિકી ડોલર વધુ છે.
મહિલા ટીમ પર થશે પૈસાનો વરસાદ
આઈસીસી વિશ્વકપ જીતનાર ટીમને 1.32 મિલિયન અમેરિકી ડોલર (આશરે 10 કરોડ રૂપિયા) મળશે. તો રનર્સઅપ ટીમને 600,000 અમેરિકી ડોલર મળશે. 2017ના વિશ્વકપમાં રનર્સઅપ ભારતીય મહિલા ટીમને 270,000 અમેરિકી ડોલરની પુરસ્કાર રાશિ મળી હતી. સેમીફાઇનલમાં હારનારી બે ટીમોને 300,000 અમેરિકી ડોલર મળશે, જ્યારે ગ્રુપ સ્ટેડમાં બહાર થનારી ટીમોને 70,000 અમેરિકી ડોલરનું ઈનામ મળશે. જે પાછલી સીઝનના 30,000 અમેરિકી ડોલરના પુરસ્કાર કરતા વધુ છે.
The overall prize money pot for the 2022 Women's @cricketworldcup in New Zealand has now been revealed!
Details 👇https://t.co/rIWACTV2SF
— ICC (@ICC) February 15, 2022
ગ્રુપ સ્ટેજની જીત પર પણ મળશે ઈનામ
ગ્રુપ સ્ટેજની દરેક જીત પર ટીમોને 25000 અમેરિકી ડોલરનું ઈનામ મળશે. આ સતત સીઝનો માટે મહિલા ક્રિકેટ વિશ્વકપ દરમિયાન પુરસ્કાર રકમમાં વૃદ્ધિનું પ્રતીક છે. 2013 અને 2017 સીઝન વચ્ચે પુરસ્કાર રકમમાં 10 ગણી વૃદ્ધિ જોવા મળી, જે 200,000 અમેરિકી ડોલરથી વધીને 2 મિલિયન અમેરિકી ડોલર થઈ ગઈ છે. પાછલા વિશ્વકપમાં ઈંગ્લેન્ડે ભારતને 9 રને હરાવી ટ્રોફી જીતી હતી.
આ પણ વાંચોઃ સુરેશ રૈના, મોર્ગન, સ્ટીવ સ્મિથ જેવા ખેલાડીઓ પર કોઈ મહેરબાન થયું નહીં,જાણો તેની પાછળનું કારણ
માર્ચ મહિનાથી શરૂ થશે ટૂર્નામેન્ટ
2022ની સીઝનમાં કુલ 28 ગ્રુપ મેચ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે, જેમાં દરેક ટીમ બીજી ટીમ સાથે એક-એક વખત રમશે. ત્યારબાદ પોઈન્ટ ટેબલની ટોપ ચાર ટીમ સેમીફાઇનલમાં એન્ટ્રી કરશે. આઈસીસી મહિલા વિશ્વકપ 4 માર્ચથી 3 એપ્રિલ વચ્ચે ન્યૂઝીલેન્ડના છ શહેરોમાં રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે