આઈસીસી ટેસ્ટ રેન્કિંગઃ કુસલ પરેરાની મોટી છલાંગ, પેટ કમિન્સ બન્યો નંબર-1 બોલર

આઈસીસીએ જાહેર કરેલા નવા ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. 

 આઈસીસી ટેસ્ટ રેન્કિંગઃ કુસલ પરેરાની મોટી છલાંગ, પેટ કમિન્સ બન્યો નંબર-1 બોલર

દુબઈઃ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાયેલી રોમાંચક ટેસ્ટ મેચ બાદ આઈસીસીએ નવુ રેન્કિંગ જાહેર કરી દીધું છે. શ્રીલંકાને ઐતિહાસિક જીત અપાવનાર કુસલ પરેરાએ બેટ્સમેનોના રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. મેચમાં 51 અને  153* રનની ઈનિંગ રમવાને કારણે તેને ફાયદો થયો છે. બોલિંગ રેન્કિંગમાં કાગિસો રબાડાના સ્થાને ઓસ્ટ્રેલિયાને પેટ કમિન્સ નંબર એક બોલર બની ગયો છે. 

બેટ્સમેનોના રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હજુ ટોપ પર છે. આફ્રિકાનો ક્વિન્ટન ડિ કોક ચાર સ્થાનના ફાયદાથી એડેન માર્કરામ સાથે સંયુક્ત આઠમાં, ફાફ ડુ પ્લેસી સાત સ્થાનના ફાયદાથી દસમાં અને હાશિમ અમલા ચાર સ્થાનના નુકસાનથી 13માં સ્થાન પર પહોંચી ગયો છે. લંકાનો દિમુથ કરૂણારત્ને એક સ્થાનના ફાયદાથી સંયુક્ત દસમાં, દિનેશ ચંડિમલ એક સ્થાનના ફાયદાથી 27માં, કુસલ પરેરા 58 સ્થાનના ફાયદાથી 40માં, ધનંજય ડી સિલ્વા 6 સ્થાનના ફાયદાથી 57માં અને પર્દાપણ કરનાર ઓશાદા ફર્નાન્ડો 100માં સ્થાન પર છે. 

બોલરોના રેન્કિંગમાં ટોપ 10માં પેટ કમિન્સ એક સ્થાનના ફાયદાથી પહેલા, જેમ્સ એન્ડરસન એક સ્થાનના ફાયદાથી બીજા, રબાડા બે સ્થાનના નુકસાનથી ત્રીજા અને ફિલાન્ડર ચોથા સ્થાન પર છે. ટોપ-10 બહાર આફ્રિકાનો ડુઆને ઓલિવિયર ત્રણ સ્થાનના ફાયદાથી 22માં અને લંકાનો વિશ્વા ફર્નાન્ડો 26 સ્થાનના ફાયદાથી 49માં, કસૂન રજીતા 10 સ્થાનના ફાયદાથી 59માં અને પર્દાપણ કરનાર લસિથ એમ્બુલદેનિયા 68માં સ્થાન પર છે. 

ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં જેસન હોલ્ડર પ્રથમ સ્થાને યથાવત છે. આફ્રિકાનો ફિલાન્ડર ચોથા સ્થાને છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news