ઇમરાન ખાનના મંત્રીની શિયાળ લાળી: યુદ્ધ થશે તો ભારતના મંદિરોમાં ક્યારેય ઝાલર નહી વાગે
રશીદ અહેમદે ઇમરાન કાનની પ્રેસ કોન્ફરન્સનો હવાલો ટાંકતા કહ્યું કે, ઇમરાને 20 કરોડ પાકિસ્તાનીઓની તરફથી નિવેદન આપ્યું છે
Trending Photos
નવી દિલ્હી : પુલવામા હુમલાના 5 દિવસ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને હુમલા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભારત કોઇ પુરાવા વગર જ આતંકવાદીઓ હૂમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવી રહ્યા છે. સાથે જ તેમણે પોતાનો જુની વાતચીતનો રાગ પણ આલાપ્યો હતો. તેમણે કહ્યું કે, જો હુમલા પાછળ પાકિસ્તાની આતંકવાદીઓ છે તો તેમની વિરુદ્ધ ભારત પુરાવા સોંપે જે અંગે ગેરેન્ટી સાથે કાર્યવાહી કરવામાં આવશે.
વડાપ્રધાનના સંબોધન બાદ પાકિસ્તાન સરકારે રેલમંત્રી શેખ રશીદ અહેમદે મોર્ચો સંભાળ્યો અને ભારત સામે ખોટી ફિશિયારીઓ કરવાની જેમ શિયાળી ડણકો આપવાનું ચાલુ કરી દીધું છે. તેમણે ઇમરાન ખાનની પ્રેસ કોન્ફરન્સનો હવાલો ટાંકતા કહ્યું કે, ઇમરાન ખાને 20 કરોડ પાકિસ્તાનીઓની તરફથી નિવેદન આપ્યું છે. ભારત જો શાંતિની વાત કરશે તો શાંતિની વાતો થશે, પરંતુ જો યુદ્ધની વાત કરીએ તો યુદ્ધની વાતો થશે.
Important video message pic.twitter.com/GAudYdXG6g
— Sheikh Rashid Ahmad (@ShkhRasheed) February 19, 2019
ત્યાર બાદ ઇમરાનના મંત્રીએ કહ્યું કે, કાશ્મીર મુદ્દા કારણે તણાવ વધેલું છે. તેમણે કહ્યું કે, ઇમરાન ખાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાકિસ્તાને પણ બંગડીઓ નથી પહેરેલી. અમારા માટે પાકિસ્તાન જ જીવન છે અને પાકિસ્તાન જ મોત છે. જો કોઇએ પાકિસ્તાન તરફ ખોટી નજર કરી તો તેની આંખો ખેંચી કાઢવામાં આવશે. પછી ન ઘાસ ઉગશે ન તો ચકલીઓ ચહેકશે અને ન તો મંદિરમાં ઘંટીઓ વાગશે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન મુસલમાનોનો કિલ્લો છે જેના તરફ સમગ્ર વિશ્વના મુસલમાન જોઇ રહ્યા છે.
ઇમરાન સરકારમાં મંત્રી રશીદ અહેમદે કહ્યું કે, ઇમરાન ખાન સાથે પાકિસ્તાનની 20 કરોડ જનતા ઉભી છે અને અમે શાંતિ અથવા યુદ્ધમાં પણ તેમની સાથે છીએ. આ અગાઉ ઇમરાન ખાને કહ્યું કે, યુએઇની સાથે કારોબારી બેઠકના કારણે તેઓ આ હૂમલા અંગે પ્રતિક્રિયા નહોતા આપી શક્યા કારણ કે તેવું કરવાથી સમગ્ર ધ્યાન ત્યાં જ જતુ રહ્યું હોત, પરંતુ આ સમિટ પાકિસ્તાન માટે ખુબ જ જરૂરી હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે