ICC T20I Rankings: ટોપ-10મા એકપણ ભારતીય બોલર નહીં, રોહિત-રાહુલને થયું નુકસાન
બોલરોમાં કોઈપણ ભારતીય બોલર ટોપ-10મા સામેલ નથી. ઓલરાઉન્ડરોના લિસ્ટમાં કોઈપણ ભારતીય ખેલાડી ટોપ-45મા પણ સામેલ નથી.
Trending Photos
નવી દિલ્હીઃ ICC T20I Rankings: વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચે લખનઉમાં રમાયેલી ત્રણ મેચોની T20I સિરીઝ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ T20 રેન્કિંગ જારી કરી છે. આઈસીસીના હાલના ટી20 રેન્કિંગમાં પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમનો દબદબો છે, જે નંબર-1 પર યથાવત છે. બીજીતરફ ભારતીય બેટ્સમેન રોહિત શર્મા અને કેએલ રાહુલને રેન્કિંગમાં નુકસાન થયું છે.
અફઘાનિસ્તાનની ટીમે સતત પાંચમી ટી20 ટ્રોફી પોતાના નામે કરી છે. વેસ્ટ ઈન્ડિઝને ત્રણ મેચોની ટી20 સિરીઝમાં 2-1થી હરાવવાની સાથે રાશિદ ખાન અને મુઝીબ ઉર રહમાનને આઈસીસીમાં બોલરોના ટી20 રેન્કિંગમાં ફાયદો થયો છે. રાશિદ ખાને પોતાનું નંબર-1નું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે મુઝીબે 6 સ્થાનની છલાંગ લગાવીને બીજુ સ્થાન હાસિલ કર્યું છે. તો કીવી સ્પિનર મિશેલ સેન્ટનર ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
West Indies batsman Evin Lewis storms into the 🔝 10 in the latest @MRFWorldwide ICC Men's T20I Player Rankings for batting!
Full rankings: https://t.co/EdMBslOYFe pic.twitter.com/U8Oenayc5x
— ICC (@ICC) November 18, 2019
After playing a key role in his team's #AFGvWI T20I series win, Afghanistan spinner @Mujeeb_R88 makes significant gains, moving up six spots to No.2 in the latest @MRFWorldwide ICC Men's T20I Player Rankings for bowling.
Full rankings: https://t.co/EdMBslOYFe pic.twitter.com/eYhQcqVRnc
— ICC (@ICC) November 18, 2019
ICC T20I Rankingsમા જો ઓલરાઉન્ડરના રેન્કિંગની વાત કરીએ તો અફઘાનિસ્તાનનો ઓલરાઉન્ડર નબી પ્રથમ સ્થાને છે. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી અફઘાનિસ્તાન ટીમનો એકમાત્ર બેટ્સમેન આઈસીસી રેન્કિંગમાં ટોપ-10મા છે. હઝરતુલ્લાહ ઝઝઈ આઈસીસી ટી20 રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને છે. તો અત્યાર સુધી રેન્કિંગમાં સાતમાં સ્થાને રહેલ રોહિત શર્માના રેન્કિંગમાં ઘટાડો થયો છે.
હકીકતમાં, અફઘાનિસ્તાન વિરુદ્ધ બેટથી શાનદાર પ્રદર્શન કરનાર વેસ્ટ ઈન્ડિઝના એવિન લુઇસે સાતમું સ્થાન હાસિલ કરી લીધું છે. એવિન લુઈસે 7 સ્થાનની છલાંગ લગાવી છે. તો રોહિત શર્મા સાતમાંથી આઠમાં અને રાહુલ આઠમાંથી નવમાં સ્થાને પહોંચી ગયા છે. આ લિસ્ટમાં શિખર ધવન 14મા અને વિરાટ કોહલી 15મા સ્થાને છે. તો બોલરોમાં કોઈપણ ભારતીય બોલર ટોપ-10મા સામેલ નથી. ઓલરાઉન્ડરોના લિસ્ટમાં કોઈપણ ભારતીય ખેલાડી ટોપ-45મા પણ સામેલ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે