T20 World Cup 2021: શાર્દુલ ઠાકુરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, આ ખેલાડી થયો બહાર
ટી20 વિશ્વકપ પહેલા ભારતે પોતાની ટીમમાં ફેરફાર કર્યો છે. ઓલરાઉન્ડર શાર્દુલને ટીમમાં એન્ટ્રી મળી છે તો અક્ષર પટેલને બહાર કરી દેવામાં આવ્યો છે.
Trending Photos
દુબઈઃ 17 ઓક્ટોબરથી શરૂ થનાર ટી20 વિશ્વકપ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલની જગ્યાએ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા શાર્દુલ ઠાકુરની 15 સભ્યોની ટીમમાં એન્ટ્રી થઈ છે જ્યારે અક્ષર પટેલને રિઝર્વ ખેલાડીના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ટીમે 15 ઓક્ટોબર પહેલા પોતાના ફાઇનલ સ્ક્વોડની જાણકારી આઈસીસીને આપવાની હતી.
શું હાર્દિકની જગ્યા લેશે શાર્દુલ ઠાકુર
ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ સમસ્યા બનેલી છે. પસંદગી સમિતીના અધ્યક્ષ ચેતન શર્માએ કહ્યુ હતું કે તે સંપૂર્ણ ફિટ છે અને વિશ્વકપમાં ચાર ઓવર બોલિંગ કરશે, પરંતુ 27 વર્ષીય પંડ્યા બોલિંગ કરવાતો દૂર આઈપીએલમાં શરૂઆતી મેચ પણ રમ્યો નહીં. બેટિંગમાં પણ તે ફ્લોપ રહ્યો. આ કારણે શાર્દુલને ટીમમાં સામેલ કરી હાર્દિકની કમી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
🚨 NEWS 🚨: Shardul Thakur replaces Axar Patel in #TeamIndia's World Cup squad. #T20WorldCup
More Details 🔽
— BCCI (@BCCI) October 13, 2021
કેપ્ટન તરીકે વિરાટની છેલ્લી ટુર્નામેન્ટ
ભારતે પોતાની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમવાની છે. ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ અગાઉ સપ્ટેમ્બરમાં 15 સભ્યોની ટીમમાં આઠ નવા ચહેરાઓને પ્રવેશ આપ્યો હતો. ટી 20 કેપ્ટન વિરાટ કોહલી તરીકે ટીમ ઇન્ડિયા માટે આ છેલ્લી ટુર્નામેન્ટ પણ છે, તેણે કામના ભારણને કારણે કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી દીધું છે. અગાઉ આ ટુર્નામેન્ટ ભારતમાં જ યોજાવાની હતી, પરંતુ દેશમાં કોરોના મહામારીના ખતરાને કારણે તેને યુએઈ-ઓમાન ખસેડવામાં આવી હતી. જોકે, તમામ હોસ્ટિંગ રાઇટ્સ હજુ પણ BCCI પાસે છે.
વર્લ્ડ ટી 20 માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (wk), ઇશાન કિશન (wk), હાર્દિક પંડ્યા (ઓલરાઉન્ડર), રવિન્દ્ર જાડેજા (ઓલરાઉન્ડર), શાર્દુલ ઠાકુર (ઓલરાઉન્ડર), રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.
રિઝર્વ ખેલાડીઓ: શ્રેયસ અય્યર, દીપક ચાહર, અક્ષર પટેલ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે