ગુજરાત સરકારે આપી મોટી ભેટ, સરકારી નોકરીમાં ભરતી માટે એક વર્ષની સમયમર્યાદા વધારી

રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની મંત્રી મંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિર્ણય કર્યો છે કે, રાજ્ય નિતિની સાથે જોડાવવાનો નિર્ધાર કર્યો છે

ગુજરાત સરકારે આપી મોટી ભેટ, સરકારી નોકરીમાં ભરતી માટે એક વર્ષની સમયમર્યાદા વધારી

ઝી મીડિયા બ્યૂરો: રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની મંત્રી મંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિર્ણય કર્યો છે કે, રાજ્ય નિતિની સાથે જોડાવવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યની જનતાને પણ આનાથી ખુબ જ મોટો ફાયદો થવાનો છે. 

બીજો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અંદરનો ભાવ કેવો હોય તેમના નિર્ણયથી પ્રગટ થઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે, કોરોનાની સ્થિતિમાં અનેક પરીક્ષાઓ ભરતી માટેની તકલીફો રાજ્યના યુવાનોએ વેઠી અને સહન કરી છે. એમાંથી તેમને બહાર કાઢવા માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાઈ રહી છે તેમાં 1 વર્ષની છૂટછાટ આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.

1 વર્ષની ભરતીમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, એના માટે કોરોનાને કારણે જે કેટલીક પરીક્ષાઓ રદ થઈ, કેટલીક પરીક્ષાઓ ન લેવાઈ તો કેટલાક યુવાનો તેમાં એલિજેબલ ન થતા હોય. તેના કારણે પરીક્ષામાં ન બેસી શકે. તેના કારણે 1 વર્ષની વય મર્યાદાની છૂટછાટ આપવામાં આવી છે.

- સરકારની સીધી ભરતીમાં વય મર્યાદાનો વધારો 01/09/2021 થી 31/08/2022 સુધી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
- કોમ્પિટિટિવ પરીક્ષાઓ દ્વારા સીધી ભરતી માટે સ્નાતક કે સમકક્ષ લાયકાતમાં બિન અનામત ઉમેદવારોમાં હાલની વય મર્યાદા 35 છે તેમાં 1 વર્ષનો વધારો કરી 36 કરવામાં આવી છે.
- સ્નાતક કરતા ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓના કિસ્સામાં બિન અનામત પુરૂષ ઉમેદવારો માટે 33 વર્ષની વય મર્યાદા હતી જેમાં 1 વર્ષનો વધારો કરી 34 વર્ષની વય મર્યાદા કરવામાં આવી છે.
- એસટી, એસસી અને ઓબીસી અને આર્થિક રિતે નબળા પુરૂષ ઉમેદવારો આ કિસ્સામાં સ્નાતક કે સમકક્ષ લાયકાતમાં માટેની હાલની વય મર્યાદા 40 હતી જેમાં 1 વર્ષનો વધારો કરી 41 કરવામાં આવી છે. જ્યારે આ કેટેગરીમાં સ્નાતકથી નીચેની કક્ષા માટે 38 વર્ષની વય મર્યાદા છે તે વધારીને 1 વર્ષ માટે 39 કરવામાં આવી છે.
- મહિલાઓને 5 વર્ષની છૂટછાટ મળતી હોય છે તે પછી તેમની વય મર્યાદા 45 વર્ષ સુધી સિમિત રાખવામાં આવી છે.
- બિન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક કરતા ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓના કિસ્સામાં હાલમાં 38 વર્ષની વય મર્યાદાની જોગવાઈ છે જેમાં 1 વર્ષનો વધારો કરી 39 વર્ષની વય મર્યાદા કરવામાં આવી છે.
- સ્નાતક કક્ષાની જગ્યાઓમાં બિન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં હાલની 40 વર્ષની વય મર્યાદામાં વધારો કરીને 41 વર્ષ કરવામાં આવ્યા છે.
- એસસી, એસટી, ઓબીસી અને ઈબીસીના વર્ગની મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતકથી નીચેની લાયકાતવાળી જગ્યાઓમાં હાલની વય મર્યાદા 43 છે જે 1 વર્ષ વધારીને 44 કરવામાં આવી છે. જો કે, આ કેટેગરીમાં 45 વર્ષની વય મર્યાદા સિમિત છે.
- રાજ્યની સરકારની સેવા અનેકે જગ્યાઓમાં એસસી, એસટી અને એસીબીસી તેમજ મહિલા કેટેગરીમાં મહત્મ રીતે નક્કી કરેલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ. કોઈપણ સંજોગોમાં 45 થી વધે નહીં તે પ્રકારે નક્કી કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી સાથે સંકલન કરીને શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નિતી 2020 અંતર્ગત ત્રિસ્તરીય શિક્ષણ નીતિ નક્કી કરવાની છે. પરંતુ જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી ખાસ કરીને ટેટના વિદ્યાર્થીઓની વેલીડીટી વધારવાનો નિર્ણય લીધો છે અને લગભગ 3300 વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે અને ભરતી પ્રક્રિયા શરૂ કરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news