ટ્વીટ કરીને બોલીવુડ સિતારાઓએ આ રીતે યુવરાજ સિંહને કર્યો યાદ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી યુવરાજ સિંહે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. આ સમાચાર મળતા જ બોલીવુડના સિતારાઓએ પણ ટ્વીટ કરીને યુવરાજ સિંહને શુભકામનાઓ આપી હતી. 

ટ્વીટ કરીને બોલીવુડ સિતારાઓએ આ રીતે યુવરાજ સિંહને કર્યો યાદ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુવરાજ સિંહે સોમવારે મુંબઈમાં પત્રકાર પરિષદ દરમિયાન પોતાની નિવૃતીની જાહેરાત કરી હતી. આ તકે તેની સાથે પત્ની હેઝલ અને માતા પણ હાજર રહ્યાં હતા. 

પત્રકાર પરિષદ દરમિયાન યુવરાજ સિંહ ભાવુક જોવા મળ્યો હતો. ત્યાં યુવરાજના ક્રિકેટ કરિયર પર એક ફિલ્મ દર્શાવવામાં આવી હતી. યુવરાજ સિંહે આ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું કે, આ નિવૃતી લેવાનો સૌથી સારો દિવસ હતો. એટલું નહીં તેણે જણાવ્યું કે, જ્યારે તેને કેન્સર થયું હતું ત્યારે બધાએ તેને સાથ આપ્યો હતો. 

— Varun Dhawan (@Varun_dvn) June 10, 2019

યુવરાજ સિંહે કહ્યું કે, મેં આ રમત માટે ખૂબ પરસેવો વહાવ્યો છે અને હવે મારી પ્રાથમિકતા કેન્સર રોગિઓને મદદ કરવાનો છે. 

— Anushka Sharma (@AnushkaSharma) June 10, 2019

— Huma Qureshi (@humasqureshi) June 10, 2019

યુવરાજ સિંહની નિવૃતીના સમાચારો જેમ ચર્ચામાં આવ્યો તો બોલીવુડના સિતારાઓએ પણ તેને એક ખાસ સંદેશો આપતા ભવિષ્ય માટે તેને શુભકામનાઓ આપી હતી. 

— Neha Dhupia (@NehaDhupia) June 10, 2019

— ANGAD BEDI! (@Imangadbedi) June 10, 2019

— Anupam Kher (@AnupamPKher) June 10, 2019

આ દરમિયાન વરૂણ ધવનથી લઈને હુમા કુરૈશી, અનુપમ ખેર, નેહા ધૂપિયા, અંગદ બેદી, વિરાટની પત્ની અનુષ્કા શર્માએ યુવરાજને ટ્વીટ કર્યું હતું. 

— Suniel Shetty (@SunielVShetty) June 10, 2019

મહત્વનું છે કે યુવરાજ સિંહે પોતાની છેલ્લી વનડે મેચ 30 જૂન 2017ના વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ તેની ધરતી પર રમી હતી. યુવરાજે અંતિમ ટી20 મેચ 1 ફેબ્રુઆરી 2017ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ બેંગલુરૂમાં રમી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news