ભારત VS પાકિસ્તાન મેચને લઇને સટ્ટા બજાર ગરમ, જાણો કઇ ટીમનો કેટલો ભાવ

આઇસીસી વર્લ્ડ કપ 2019 માં ભારત અને પાકિસ્તાનની મેચ આજે (રવિવારે) મેનચેસ્ટરમાં રમાશે અને પોલીસના અનુમાન અનુસાર આ મેચને લઇને દિલ્હી એનસીઆરમાં સટ્ટા બજાર 100 કરોડ રૂપિયાને ક્રોસ કરી ગયું છે.

ભારત VS પાકિસ્તાન મેચને લઇને સટ્ટા બજાર ગરમ, જાણો કઇ ટીમનો કેટલો ભાવ

નવી દિલ્હી: આઇસીસી વર્લ્ડ કપ 2019 માં ભારત અને પાકિસ્તાનની મેચ આજે (રવિવારે) મેનચેસ્ટરમાં રમાશે અને પોલીસના અનુમાન અનુસાર આ મેચને લઇને દિલ્હી એનસીઆરમાં સટ્ટા બજાર 100 કરોડ રૂપિયાને ક્રોસ કરી ગયું છે. સટ્ટાખોરોના ફરીદાબાદ, ગાઝિયાબાદ, નોઇડા અને ગુરૂગ્રામ જેવા દિલ્હીથી નજીકના વિસ્તારોમાં નેટવર્ક ખુબજ મજબૂત માનવામાં આવે છે.

પોલીસ નાયબ કમિશનર મધુર વર્માએ કહ્યું, રવિવારે ભારત પાકિસ્તાનની વચ્ચે રમાઇ રહેલી મેચને લઇને દરેક પ્રકારે અમારી સટોડિયાઓ પર નજર છે. અમે ફાઇવ સ્ટાર હોટલો, ગેસ્ટ હાઉસ, ખાસ કરીને કરોલા બાગ અને જૂની દિલ્હીના વિસ્તારો પર નજર રાખી છે કેમ કે આ વિસ્તારો મોટા સટોડિયાઓની નજરમાં રહે છે. આ સટોડિયાઓનું નેટવર્ક ઘણું મજબૂત હોય છે જેમને પકડવું ખુબજ મુશ્કેલ હયો છે, પરંતુ અમે અમારુ કામ કરી રહ્યાં છીએ.

વર્માએ કહ્યું, પહેલા પોલીસે ઉત્તર દિલ્હીથી કેટલાક મોટા સટોડિયાઓને પકડ્યા હતા, તેમની પાસે ઇન્ટરનેટ સોફટવેર હતું. જે સટ્ટાબાજીની માટે ફોનથી જોડાયેલું હતું.

પોલીસના સૂત્રોએ જમાવ્યું કે, સટ્ટા બજારમાં ભારતનું પલડું ભારે છે. ત્યારે સટ્ટો માત્ર મેટના પરિણામ પર જ નહીં પરંતુ એક-એક ઓવર, એક-એક બોલ, કોણ કેટલા રન બનાવશે, કોણ કેટલી વિકેટ લેશે તેના પર પણ લાગે છે.

સટોડિયાઓએ કહ્યું, આઇપીએલ મેચની જેમ આ વર્લ્ડ કપમાં પણ કૉલેજના વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, હોટેલ માલિકો, ક્રિકેટ ચાહકો, વ્યાપારી, કોર્પોરેટ મહિલા, હવાલા ઉદ્યોગપતિઓ, અમારી સાથે છે. 60 ટકાથી વધારે દાવ ભારતની જીત પર છે.

એક સૂત્રએ જણાવ્યું, ભારતીય ખેલાડીઓને લઇને બેઝ ભાવ નક્કી છે. ઉદાહરણ તરીકે જસપ્રીત બુમરાહ માટે 15 રૂપિયા અને મોહમ્મદ આમિર માટે 6 રૂપિયા.

બેટ્સમેન પર પણ સટ્ટો લગાવવામાં આવ્યો છે કે કોણ અર્ધસદી ફટકારશે તો કોણ સદી. ઉદાહરણ તરીકે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા, અને પાકિસ્તાન માટે આઝમ તથા ફખર જમાન ઉપર સટ્ટો લગાવ્યો છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news