27 વર્ષ, 6 વિશ્વ કપ, જંગથી ઓછી નથી ભારત-PAKની મેચ, જાણો કોણ પડ્યું ભારે
આઈસીસી વિશ્વ કપમાં દર્શકો જે મુકાબલાની રાહ જોઈ રહ્યાં હતા. તે મુકાબલાનો સમય નજીક આવી ગયો છે. આવતીકાલે માનચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન આવતીકાલે ટકરાશે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019માં રવિવારે બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન જ્યારે માનચેસ્ટરના મેદાન પર આમને-સામને હશે તો રોમાંચ પોતાના ચરમ પર હશે. આ વિશ્વના સૌથી શાનદાર મેચોમાંથી એક હોય છે. અત્યાર સુધી વિશ્વકપમાં બંન્ને ટીમો વચ્ચે 6 વખત ટક્કર થઈ છે અને ભારતને દર વખતે સફળતા મળી છે.
બંન્ને ટીમો વચ્ચે કુલ વનડે આંતરરાષ્ટ્રીય મુકાબલાનો રેકોર્ડ જુઓ તો પાકિસ્તાનને વધુ જીત મળી છે. બંન્ને દેશો વચ્ચે કુલ 131 વનડે આંતરરાષ્ટ્રીયમાં પાકિસ્તાને 73 મુકાબલા જીત્યા છે. જ્યારે ભારતને 54 મેચોમાં જીત મળી છે. આ સિવાય ચાર મેચોનું પરિણામ આવ્યું નથી.
પરંતુ વિશ્વકપની વાત કરીએ તો ભારતની સામે પાકિસ્તાનના હાથ-પગ ફુલાય જાય છે. વિશ્વકપમાં અત્યાર સુધી પાકિસ્તાન વિરુદ્ધ છ મેચોમાં ભારત વિજેતા રહ્યું છે. પ્રશંસકો માટે વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાનની મેચ ફાઇનલ જેવી રહી છે. વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પહેલા રમાયેલી મેચો પર એક નજર-
વિશ્વ કપ 1992: ભારતનો 43 રન વિજય
ભારત અને પાકિસ્તાન વિશ્વકપ શરૂ થયાના 17 વર્ષ બાદ વિશ્વકપની પાંચમી સિઝનમાં પ્રથમવાર આમને-સામને આવ્યા. ભારતીય ટીમે સચિન તેંડુલકરની અણનમ 54 રનની મદદથી આ મેચમાં પાકિસ્તાનની સામે 217 રનનો લક્ષ્ય રાખ્યો, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 173 રન પર આઉટ થઈ ગઈ હતી.
વિશ્વ કપ 1996: 39 રનથી જીત્યું ભારચ
ભારતીય ટીમે સતત બીજા વિશ્વકપમાં ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાવું પડ્યું. પોતાના ઘરેલૂ મેદાન એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમ માટે ઓપનિંગ બેટ્સમેન નવજોત સિંહ સિદ્ધૂએ 93 રન ફટકારીને મજબૂત શરૂઆત અપાવી, ત્યારબાદ અજય જાડેજાએ આક્રમક 45 રન ફટકારીને ભારતને 287 સુધી પહોંચાડી દીધું હતું. પાકિસ્તાન માટે સઈદ અનવર અને આમિર સોહૈલે સારૂ શરૂઆત કરી અને મધ્યમક્રમમાં પણ જાવેદ મિયાંદાદ અને સલીમ મલિકે શાનદાર બેટિંગ કરી. પરંતુ ભારતીય સ્પિન બોલરો, અનિલ કુંબલે અને વેંકટપતિ રાજૂની આગળ પાકિસ્તાન ટીમ જીત ન મેળવી શકી.
વિશ્વ કપ 1999: ભારતનો 47 રને વિજય
આ વિશ્વ કપમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટ પર 227 રનનો સ્કોર બનાવ્યો. જેમાં સચિન (45) અને રાહુલ દ્રવિડ (61)નું મહત્વનું યોગદાન રહ્યું. કેપ્ટન અઝહરુદ્દીને પણ 59 રન બનાવ્યા. પાકિસ્તાન આ મેચમાં 45.3 ઓવરોમાં 180 રન બનાવીને ધરાશાયી થઈ ગયું હતું. ભારત માટે વેંકટેશ પ્રસાદે પાંચ અને શ્રીનાથે ત્રણ વિકેટ ઝડપી હતી.
વિશ્વ કપ 2003: 6 વિકેટથી જીત્યું ભારત
વિશ્વ કપમાં ભારત વિરુદ્ધ ચોથી વખત મેદાનમાં ઉતરેલી પાકિસ્તાન ટીમે પ્રથમ બેટિંગ કરતા સઈદ અનવર (101)ની સદીની મદદથી 273 રનનો શાનદાર સ્કોર બનાવ્યો હતો. પરંતુ ભારતીય ટીમે સચિન (98) અને વીરૂ (21)એ શાનદાર શરૂઆત અપાવી. દ્રવિડ (અણનમ 44) અને યુવરાજ (અણનમ 50)એ 26 બોલ બાકી રહેતા ટીમને જીત અપાવી હતી.
વિશ્વ કપ 2011: ભારતે પાકિસ્તાનને 29 રને હરાવ્યું
સચિન તેંડુલકર (85) એકવાર ફરી વિશ્વ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતનો સંકટમોચક બનીને ઉભર્યો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 260 રન બનાવ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાન ટીમ મિસ્બાહ ઉલ હક (56)ની સંઘર્ષપૂર્ણ ઈનિંગ છતાં 231 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું.
વિશ્વ કપ 2015: ભારતે પાકિસ્તાનને 76 રને પરાજય આપ્યો
વિરાટ કોહલી (107)ની સદી અને સુરેશ રૈના (74) અને શિખર ધવન (73)ની અડધી સદીની મદદથી એડિલેડના મેદાન પર ભારતે ઓસ્ટ્રેલિયાની સામે 301 રનનો લક્ષ્ય રાખ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 224 રન પર ઢેર થઈ ગઈ હતી. આ મેચમાં વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે