શું ખરેખર 2050 સુધીમાં ધરતી પરથી મનુષ્યનો અંત આવશે?: સંશોધન
ક્લાયમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણના સમાચારો તો આપણે સતત સાંભળતા રહીએ છે. તેના માટે ઘણા સંશોધનો પણ કરવામાં આવ્યા છે. પરંતુ આ બધા સંશોધન આપણને ક્લાયમેટ ચેન્જ થવાના કારણે પૃથ્વીને પહોંચતા નુકસાન વિશે જણાવે છે
Trending Photos
નવી દિલ્હી: ક્લાયમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણના સમાચારો તો આપણે સતત સાંભળતા રહીએ છે. તેના માટે ઘણા સંશોધનો પણ કરવામાં આવ્યા છે. પરંતુ આ બધા સંશોધન આપણને ક્લાયમેટ ચેન્જ થવાના કારણે પૃથ્વીને પહોંચતા નુકસાન વિશે જણાવે છે. આજે અમે જે સંશોધન વિશે તમને જણાવી રહ્યાં છે તે હેરાન કરી દે તેવું છે. અત્યાર સુધીના કરેલા સંશોધનોથી પણ ઘણું વધારે ગંભીર છે. કેમકે, આ સંશોધન આપણને જણાવે છે કે, ક્લાયમેટ ચેન્જ થવાના કારણે 2050 સુધીમાં પૃથ્વી પરથી માનવ સભ્યતાનો અંત થઇ શકે છે. આવું સાંભળીને તમને લાગશે કે આ ઘણું બધું વધારીને જણાવી રહ્યાં છે, પરંતુ આ સત્ય થવું સંભાવનાઓની કલ્પના કરતા પણ વધારે બની શકે છે.
ઓસ્ટ્રેલીયા સ્થિત એક Think tank 'breakthrough National Centre for Climate Resoration'એ ચેતવણી આપી છે કે, માનવ સભ્યતા આગામી ત્રણ દશકથી વધરા બચશે નહીં. 2050 સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 3°c સુધી વધી જશે.
આ સંશોધન વિશે જણાવાતા ઓસ્ટ્રેલિયાના રક્ષા દળના સિફ અને રોયલ ઓસ્ટ્રેલિયન નેવીના એડમિરલ ક્રિસ બેરીએ જણાવ્યું હતું કે, આ રિપોર્ટ માનવ અને પૃથ્વીની નિરાશાજનક સ્થિતિને દર્શાવે છે. માનવ જીવન હેવ ભયંકર રીતથી લુપ્ત થવાના આરે છે. તેનું કારણ છે ક્લાયમેટ ચેન્જ. ક્લાયમેટ ચેન્જ હવે માનવ અસ્તિત્વ માટે ખતરો બનતું જઇ રહ્યું છે. એવો ખતરો જેને સંભાળી શકવું હવે લગભગ અશક્ય છે. બેરીએ એવું પણ જણાવ્યું હતું કે, ન્યૂક્લિયર વોર બાદ માનવ જીવન પર બીજો સૌથી મોટો ખરતો ગ્લોબલ વોર્મિંગ છે.
ગ્રીનપીસની કેમ્પેનર પૂજરિણી સેને જણાવ્યું હતું કે, આ પહેલા સંયુક્ત રાષ્ટ્રની કમિટીએ રિપોર્ટ જાહેર કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આપણી પાસે ધરતનીને બનાચવવા માટે માત્ર 10થી 12 વર્ષ બચ્યા છે. જે રીતે બાકીની પ્રજાતીઓ લુપ્ત થઇ રહી છે. જો આપણે કાર્બન એમમિશન રોકવા માટે યોગ્ય પગલા ના લીધા તો રિયલ પોસિબિલિટી છે કે 2050 સુધીમાં માનવ પણ લુપ્ત થવાના આરે આવી જશે. આપણી પાસે વધારે સમય નથી. બધા દેશોની સરકાર હવે એક થઇને કામ કરું પડશે.
આ રિસર્ચ સાથે જોડાયેલા શોધકર્તાઓએ હાલની સ્થિતિને જોઇને 2050 સુધીનું એક પરિદ્રશ્ય તૈયાર કર્યો છે. તેના પ્રમાણે:-
1. 2050 સુધી દુનિયાની અળધાથી વધારે આબાદી અને ધરતીના 35% ભાગને વર્ષના 20 દિવસ ભયાનક ગરમીનો સામનો કરવો પડશે.
2. કૃષિ ઉત્પાદનનો પાંચમો ભાગ કાપી નાખવામાં આવશે.
3. એમેઝોન(Amazon) ઇકોસિસ્ટમ્સ નાશ પામશે.
4. આર્ક્ટિક ઝોન ગરમીઓમાં બરફ મુક્ત રહેશે.
5. દરિયાનું સ્તર 0.5 મીટર સુધી વધી જશે.
6. એશિયાની સૌથી મહાન નદીઓનું પાણી મોટા પ્રમાણમાં સૂકાઇ જશે.
7. 1 અબજથી વધારે લોકો તેમનું ઘર છોડી બીજી જગ્યાએ રહેવા મજબૂર થઇ જશે.
8. સેમી કાયમી એલ નિનો સ્થિતિ બની જશે.
9. પૃથ્વીનો એક-તૃતિયાંશ ભાગ રણમાં ફેરવાઇ શકે છે.
હવામાન વૈજ્ઞાનિક મહેશ પલ્લવતના જણાવ્યા અનુસાર એલ નિનોની સ્થિતિના અહેવાલ અનુસાર 2050 સુધી એલ નિનો સેમી કાયમી સ્થિતિ પર પહોંચશે. તેના કારણે મોનસૂનમાં ઘટાડો થશે. મોનસૂન ધીમે-ધેમી ઓછું થતું જશે અને તેની વિપરીત એલ નિનોની સ્થિતિ નષ્ટ થઇ જશે, જે મોનસૂન લાવે છે.
મનુ સિંહએ જણાવ્યું હતું કે, આ રિપોર્ટ દ્વારા સ્થિતિને વધુ સરળ રીતે જણાવવામાં આવી છે. વિનાશ તરફ અગ્રેસર થવાનું શરૂ થઇ ગયું છે. પરિસ્થિતિઓ આ રિપોર્ટથી ઘણી વધારે ભયાનક છે. લગભગ 60 ટકા જંગલી જીવો લુપ્ત થઇ ગયા છે. આગામી 10 વર્ષમાં 90 ટકા સ્તનધારી જીવ લુપ્ત થઇ જશે. 70 ટકા માછલીઓની પ્રજાતીઓ લુપ્ત થવાના આરે છે. બીજી પ્રજાતીઓમાં આ વિનાશ આવી શકે છે અને આ વિનાશ માનવ સુધી પહોંચશે ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઇ જશે.
તમને જણાવી દઇએ કે મધ્ય પૂર્વના ઘણા દેશોમાં ઘટતું કૃષિ ઉત્પાદન અને વધતી ખાવાની કિંમત, દુષ્કાળ, જંગલોમાં લાગી રહેલી આગ અને પાકનું સતત નષ્ટ થવાથી યૂરોપમાં માઇગ્રેશનનું સંકટ વધી રહ્યું છે. આ રીતે આવનારા 3 દશકોમાં 1 અબજથી વધારે લોકો તેમના ગામ અથવા શહેરથી માઇગ્રેટ કરી ચુક્યા હશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે