મને ભારતીય ટીમના બોલિંગ કોચ બનવામાં કોઈ મુશ્કેલી નહીંઃ અખ્તર
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, જો તેને ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવાનું કહેવામાં આવે તો તેને આ ઓફર સ્વીકારવા તૈયાર છે.
Trending Photos
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સોમવારે કહ્યું કે, તેને ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ બનવામાં કોઈ મુશ્કેલી નથી. જો તેને ઓફર આપવામાં આવે છે તો તે પોતાનું જ્ઞાન આપવા માટે તૈયાર છે.
અખ્તરે આ રજૂઆત સોશિયલ નેટવર્કિંગ એપ 'હેલો' પર કરી છે. અખ્તરને પૂછવામાં આવ્યું કે શું તે ભવિષ્યમાં ભારતીય બોલિંગ એકમની સાથે જોડાવા ઈચ્છશે તો તેણે સકારાત્મક જવાબ આપ્યો હતો.
અખ્તરે કહ્યું, 'ચોક્કસપણે તેમ કરવા ઈચ્છીશ. મારૂ કામ જ્ઞાન શેર કરવાનું છે. મેં જે કંઇ શીખ્યું છે તેના વિશે બીજાને કહેવામાં મને કોઈ મુશ્કેલી થશે નહીં.'
ટી20 વિશ્વકપ માટે અલગ પડકાર, ઓસ્ટ્રેલિયા શોધી રહ્યું છે તમામ વિકલ્પ
ક્રિકેટમાં સૌથી ઝડપી બોલિંગ કરનારમાં સામેલ અખ્તરે કહ્યું, હું હાલના બોલરોની તુલનામાં વધુ આક્રમક, ઝડપી અને પડકાર આપનાર બોલર તૈયાર કરીશ. જે બેટ્સમેનનો મોટો પડકાર આપી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે