પાકિસ્તાનના પૂર્વ બોલરે કહ્યું, આ રીતે લઇ શકાય વિરાટ કોહલીની વિકેટ
2014માં નિષ્ફળ ટૂર બાદ વિરાટ કોહલીએ ભયંકર ફેરફારો આવ્યા અને તેણે અનુકૂળ પરિસ્થિતિઓમાં ઇંગ્લેન્ડના સીમર્સને સરળતાથી રમ્યો હતો. ઇંગ્લેન્ડ ટૂર પર વિરાટના પરફોર્મંસને જોઇને પાકિસ્તાનના પૂર્વ કેપ્તાન પણ પોતાને તેની પ્રસંશા કરવાથી રોકી શક્યા ન હતા.
Trending Photos
નવી દિલ્હી: ભલેને ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ ટૂર ખરાબ રહી હોય, પરંતુ ભારતીય ટીમના કેપ્તાન વિરાટ કોહલી માટે આ સીરીઝ ઘણી સફળ રહી છે. જ્યારે બીજા બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે વિરાટ કોહલીએ જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડની સામે રન બનાવ્યા હતા. 2014માં નિષ્ફળ ટૂર બાદ વિરાટ કોહલીએ ભયંકર ફેરફારો આવ્યા અને તેણે અનુકૂળ પરિસ્થિતિઓમાં ઇંગ્લેન્ડના સીમર્સને સરળતાથી રમ્યો હતો. ઇંગ્લેન્ડ ટૂર પર વિરાટના પરફોર્મંસને જોઇને પાકિસ્તાનના પૂર્વ કેપ્તાન પણ પોતાને તેની પ્રસંશા કરવાથી રોકી શક્યા ન હતા.
પાકિસ્તાનના પૂર્વ કેપ્તાન વકાર યુનૂસે હાલમાં જ ખલીજ ટાઇમ્સ ડોટ કોમના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘‘સચિન તેન્દુલકર અને સુનીલ ગાવસ્કરની જેમ વિરાટ કોહલી ઓલ ટાઇમ ગ્રેટ બેટ્સમેન છે.’’ વકારે કહ્યું હતું કે, ‘‘તે એક સોરો બેટ્સમેન છે, તે સચિન, કપિલ દેવ અને ગાવસ્કરની ટક્કરનો બેટ્સમેન છે. મારો અર્થ એ છે કે વિરાટ કોહલી આ બધા લેજેન્ડ્સની બરોબર પહોંચશે.’’ વકારે કહ્યું હતું કે જો તેમણે વિરાટ કોહલીની સામે બોલિંગ કરવાની હોત તો તેઓ સતત ઓફ સ્ટંપની બહાર બોલિંગ કરતા.
વધુમા તેમણે જણાવ્યું હતું કે, ‘‘જ્યારે તમે વિરાટની સામે બોલિંગ કરતા હોય તો તમારે વિચારીને બોલિંગ કરવાની હોય છે. તમે તેને પડકાર આપી શકતા નથી. મારા મતે બોલરે પોતાની રીતથી બોલિંગ કરવા જોઇએ.’’ વકાર યુનૂસે કહ્યું હતું કે, જો તમે આઉટસ્વિંગ બોલર છો, જેમ કે હું મારા સમયમાં હતો, તો હું તેને આઉટ સાઇડ ધ ઓફ સ્ટંપ બોલિંગ કરતો, અને બોલને તેના પર જવા દેતો અને તેને ડ્રાઇવ કરવા માટે મજબુર કરતો.
જોકે વકારે આ પણ કહ્યું હતું કે એક વાર ક્રિઝ પર સેટલ થયા પછી વિરાટ કોહલી માટે કોઇ પણ બોલર મહત્વ ગણાતો નથી. ક્રિઝ પર સેટ થઇ ગયા પછી કોઇ પણ બોલરના બોલ રમાવા વિરાટ કોહલી માટે સરળ થઇ જાય છે. વિરાટ કોહલી 4 ઓક્ટોબરે વેસ્ટઇન્ડિઝની સાથે શરૂ થનારી ટેસ્ટ સીરીઝીમાં ટીમની કેપ્તાની સંભળાશે.
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ 2014માં 5 ટેસ્ટ મેચમાં 134 રન બનાવ્યા હતા. જ્યારે 2018માં રમાઇ ગઇ સીરીઝમાં વિરાટ કોહલીએ 5 ટેસ્સ મેચોમાં 593 રન બનાવ્યા છે. ક્રિકેટ જાણકારોએ 2014માં વિરાટ કોહલીને નિષ્ફળ થવા પાછળ તેમની ટેકનિકમાં ખામી અને ખોટા ગાર્ડ લેવાનું કારણ જણાવ્યું હતું. ત્યારે બહારની તરફ સ્વિંગ થતી બોલને રમવાના પ્રયત્ન કર રહ્યાં હતા. ઘણા ક્રિકેટ જાણકારોએ આ વિષયમાં વિરાટ કોહલીને જણાવ્યું પણ હતું. ત્યારે સ્વિંગ ફ્રેંડલી પીચો પર રમવાની તેની ક્ષમતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ વિરાટ કોહલીએ આ બધું પોઝિટીવ રીતે લીધું અને ત્યારબાદ તેની રમતમાં સુધારો કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે