10મા નંબર પર રહેલી RCB હજુ પણ પ્લેઓફમાં બનાવી શકે છે જગ્યા? જાણો સમીકરણ

RCB: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ આઈપીએલ 2024માં 6 મેચ રમ્યા બાદ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે. શું હવે પણ ટીમ પ્લેઓફ માટે ક્વોલીફાઈ કરી શકે છે? આવો જાણીએ..

10મા નંબર પર રહેલી RCB હજુ પણ પ્લેઓફમાં બનાવી શકે છે જગ્યા? જાણો સમીકરણ

નવી દિલ્હીઃ RCB Playoffs Equation: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ માટે અત્યાર સુધી આઈપીએલ-2024ની સીઝન ખરાબ રહી છે. ટૂર્નામેન્ટમાં ટીમે છેલ્લી ચાર મેચમાં હારનો સામનો કર્યો છે. ત્યારબાદ તે પોઈન્ટ ટેબલમાં 10માં સ્થાને છે. હવે સવાલ થઈ રહ્યો છે કે શું 10માં સ્થાને રહેલી આરસીબી પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે? તો આવો જાણીએ કઈ રીતે હજુ આરસીબી પ્લેઓફ માટે ક્વોલીફાઈ કરી શકે છે.

દિલ્હી અને લખનૌ વચ્ચે રમાયેલા મુકાબલે પહેલા આરસીબી નવમાં સ્થાને હતી. પરંતુ લખનૌ વિરુદ્ધ દિલ્હીની જીત બાદ બેંગલુરૂ 10માં સ્થાને પહોંચી ગઈ છે. પરંતુ હજુ તેના પ્લેઓફના સ્થાનને લઈને કંઈ કહી શકાય નહીં. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ આઈપીએલ 2024માં કુલ 6 મેચ રમી છે અને માત્ર એક જીત મેળવી છે. 

કઈ રીતે આરસીબી કરી શકે છે ક્વોલીફાઈ?
હવે આરસીબીએ 8 મેચ રમવાની છે. જો ટીમ બાકીની તમામ 8 મેચ જીતી જાય તો તેની પાસે 18 પોઈન્ટ્સ થઈ જશે અને તે પ્લેઓફમાં એન્ટ્રી મેળવી લેશે. પાછલી સીઝનમાં ચાર ટીમોએ ક્રમશઃ 20, 17, 17 અને 16 પોઈન્ટ્સની સાથે ક્વોલીફાઈ કર્યું હતું. તેવામાં આરસીબી પાસે પ્લેઓફમાં પહોંચવાની સારી તક છે. હવે જોવાનું રહેશે કે ટીમ ક્વોલીફાઈ કરી શકશે કે નહીં.

2009 અને 2011માં પણ આવી હતી સ્થિતિ
ઉલ્લેખનીય છે કે 2009 અને 2011માં પણ આરસીબીની સ્થિતિ આવી હતી. જ્યાં ટીમે સતત ચાર મેચ ગુમાવી દીધી હતી. છતાં આરસીબીની ટીમ પ્લેઓફમાં પહોંચી હતી. ટીમે બંને સીઝનમાં ન માત્ર પ્લેઓફમાં જગ્યા બનાવી પરંતુ ફાઈનલમાં પણ પહોંચી હતી. પરંતુ ફાઈનલમાં ટીમે બંને વખત હારનો સામનો કરવો પડ્યો હતો. 2009ની ફાઈનલમાં આરસીબીને ડેક્કન ચાર્જર્સે પરાજય આપ્યો હતો. જ્યારે 2011માં ચેન્નઈના હાથે આરસીબીનો પરાજય થયો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news