ઉનાળો આવતા જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બે પ્રોગ્રામમાં કરાયો ફેરફાર, પ્રવાસીઓ ખાસ નોંધ લે

Statue Of Unity : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી પ્રોજેક્શન મેપિંગ શો લેસર શો અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર... તા. 13મી એપ્રિલ 2024,શનિવારથી પ્રોજેક્શન મેપિંગ શૉ સાંજે 07.30 કલાકે અને નર્મદા આરતી 08.15 કલાકે યોજાશે
 

ઉનાળો આવતા જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બે પ્રોગ્રામમાં કરાયો ફેરફાર, પ્રવાસીઓ ખાસ નોંધ લે

Statue Of Unity : ગુજરાતીઓના હોટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મોટા ફેરફાર કરાયા છે. હાલ ઉનાળાનું વેકેશન હોઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી રહ્યાં છે. તેથી SoU પ્રોજેક્શન મેપિંગ શૉ ( લેસર શો ) અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. તારીખ 13 એપ્રિલ 2024 થી પ્રોજેક્શન મેપિંગ શૉ સાંજે 7.30 કલાકે અને નર્મદા આરતી 8.15 કલાકે યોજાશે.

બે કાર્યક્રમનો નવો સમય 
સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકતપણે એક નિર્ણય લઇને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપિંગ શૉ અને નર્મદા મહાઆરતીનો લાભ લઇ શકે એ માટે તા. ૧૩/૦૪/૨૦૨૪ના રોજથી સાંજના 7.15 કલાકના બદલે 7.30  કલાકથી લેસર શૉ (પ્રોજેક્શન મેપિંગ શૉ) શરૂ કરવામાં આવશે. તે જ પ્રમાણે નર્મદા મહાઆરતી 8.00 કલાકના બદલે સાંજે 8.15 કલાકથી શરૂ થશે. 

કેમ બદલાયો સમયે
અત્રે ઉલ્લેખનીય છે કે, લેસર શૉ માટેની લાઈટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. લેસર શૉ (પ્રોજેક્શન મેપિંગ શૉ) જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોઇ SoU સત્તામંડળના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

પ્રવાસીઓની પહેલી પસંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી
આ અંગે SoU સત્તામંડળ ના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓ બંને સ્થળોએ લાભ લઇ શકે એ માટે નિઃશુલ્ક ધોરણે બસ સુવિધા તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં -૫ અને ૬  થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે અને મહાઆરતી પૂર્ણ થતા વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોકત સેવા અને આકર્ષણનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news