રિદ્ધિમાન સાહાના આરોપોમાં કેટલું સત્ય? બીસીસીઆઈ કરશે તપાસ
Wriddhiman Saha allegations: બીસીસીઆઈ રિદ્ધિમાન સાહાને તેના ટ્વીટ વિશે પૂછશે શું તેને ધમકાવવામાં આવ્યો હતો. બીસીસીઆઈ કોષાધ્યક્ષ અરૂણ ધૂમલે કહ્યુ કે, આ મામલાનું સત્ય જાણવું જરૂરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ અનુભવી વિકેટકીપર/બેટર રિદ્ધિમાન સાહાને તેના ટ્વીટના સંદર્ભમાં પૂછશે જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે એક પત્રકારે તેને ઈન્ટરવ્યૂ આપવા માટે સહમત ન થવા પર ધમકી આપી હતી. ભારતીય ટેસ્ટ ટીમમાંથી હાલ બહાર કરાયેલા સાહાએ ટ્વિટર પર આરોપ લગાવ્યો હતો કે એક સન્માનિત પત્રકારને તેણે ઈન્ટરવ્યૂ આપવાની ના પાડ્યા બાદ આક્રમક વલણ અપનાવ્યું હતું.
આ ટ્વીટ બાદ પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, વીરેન્દ્ર સેહવાગ અને હરભજન સિંહ જેવા પૂર્વ ક્રિકેટરોએ સાહાનું સમર્થન કરતા તેને પત્રકારનું નામ જાહેર કરવા માટે કહ્યુ હતું.
After all of my contributions to Indian cricket..this is what I face from a so called “Respected” journalist! This is where the journalism has gone. pic.twitter.com/woVyq1sOZX
— Wriddhiman Saha (@Wriddhipops) February 19, 2022
બીસીસીઆઈ કોષાધ્યક્ષ અરૂણ ધૂમલે સોમવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યુ- 'હા, અમે રિદ્ધિમાન સાહાને તેના ટ્વીટ વિશે પૂછીશું અને જાણીશું કે ખરેખર શું ઘટના બની છે. અમારે તે જાણવાની જરૂર છે કે શું તેને ધમકી આપવામાં આવી અને તેના ટ્વીટનો સંદર્ભ શું હતો. હું બીજુ કંઈ ન કહી શકુ. અમારા સચિવ (જય શાહ) સાહા સાથે જરૂર વાત કરશે.'
આ પણ વાંચોઃ ચેન્નઈ સુપર કિંગ્સે શેર કર્યો સુરેશ રૈનાનો વીડિયો, ગુસ્સે થયા ફેન્સ, કહ્યું- દેખાડો ન કરો
સાહાને હાલમાં ભારતીય ટીમ તરફથી રમવાની તક મળી નહીં. તેણે મીડિયાને કહ્યું કે, સાઉથ આફ્રિકાની સિરીઝ બાદ દ્રવિડે તેને વાતચીતમાં નિવૃત્તિ લેવા પર વિચાર કરવાની સલાહ આપી હતી.
દ્રવિડે કહ્યુ કે, સાહા સાથે વાત કરવા પાછળ તેનો ઇરાદો તે નક્કી કરવાનો હતો કે, તેને સ્પષ્ટ રીતે ખબર હોય કે ટીમમાં તેની સ્થિતિ શું છે અને તેને તેનો પસ્તાવો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે