હોકી ઈન્ડિયાએ ગ્રાહમ રીડને ભારતીય પુરૂષ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કર્યાં

ઓસ્ટ્રેલિયાના પૂર્વ હોકી ખેલાડી ગ્રાહમ રીડને હોકી ઈન્ડિયાએ ભારતીય પુરૂષ ટીમના નવા કોચના રૂપમાં નિયુક્ત કર્યાં છે. રીડ પોતાના સમયમાં શાનદાર ડિફેનડ્ર અને મિડફીલ્ડર ખેલાડી રહી ચુક્યા છે. 
 

હોકી ઈન્ડિયાએ ગ્રાહમ રીડને ભારતીય પુરૂષ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કર્યાં

નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયાએ 54 વર્ષીય ગ્રાહમ રીડને ભારતીય પુરૂષ હોકી ટીમના મુખ્ય કોચ નિયુક્ત કર્યાં છે. 54 વર્ષીય રીડ જલ્દી બેંગલુરૂમાં ચાલી રહેલા નેશનલ કેમ્પમાં ટીમની સાથે જોડાઇ જશે. રીડ ઓસ્ટ્રેલિયન ટીમ માટે ડિફેન્ડર અને મિડફીલ્ડરની ભૂમિકા નિભાવતા હતા. તેઓ ઓડિશામાં વર્લ્ડ સિરીઝના ફાઇનલ પહેલા ટીમ સાથે જોડાઇ જશે. 

હોકી ઈન્ડિયાએ સોમવારે એક અખબારી યાદીમાં આ વાતની જાણકારી આપી હતી. રીડ 1992ના બાર્સિલોના ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમના સભ્ય હતા. આ સાથે તેઓ 1984, 1985, 1989 તથા 1990માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમનો પણ ભાગ રહ્યાં છે. 130 આંતરરાષ્ટ્રીય મેચ રમનારા રીડ વર્ષ 2009માં કોચિંગ સાથે જોડાયા હતા. ત્યારે તેમને ઓસ્ટ્રેલિયાની ટીમના સહાયક કોચ બનાવવામાં આવ્યા હતા. 

હોકી ઈન્ડિયાના પ્રમુખ મોહમ્મદ મુશ્કાત અહમદે કહ્યું, એક ખેલાડી તરીકે ગ્રાહમનું કરિયર શાનદાર રહ્યું છે. આ સાથે તેમને કોચિંગનો પણ સારો અનુભવ છે. તેઓ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડની રાષ્ટ્રીય ટીમની સાથે કામ કરી ચુક્યા છે. અમને આશા છે કે, તેનો અનુભવ અને વિશેષતા ભારતીય ટીમને 2020 ટોક્યો ઓલમ્પિક માટે અપેક્ષિત પરિણામ હાસિલ કરવામાં મદદ કરશે. 

આ અવસરે રીડે કહ્યું, ભારતીય હોકી ટીમના મુખ્ય કોચ બનવું મારા માટે ગર્વ અને સન્માનની વાત છે. આ રમતમાં કોઈપણ ટીમના ઈતિહાસની તુલના ભારત સાથે ન કરી શકાય. વિપક્ષી ટીમના કોચના રૂપમાં હું ભારતીય હોકીનો આનંદ માણી ચુક્યો છું. ભારતીય ટીમ ધીમે-ધીમે વિશ્વની સૌથી ખતરનાક ટીમોમાં સામેલ થતી જાય છે. તેમણે કહ્યું કે, મને ભારતીય ટીમની ઝડપ અને આક્રમક હોકી પસંદ છે. તે ઓસ્ટ્રેલિયાના અંદાજની ઘણી નજીક છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news