CBIએ સજ્જન કુમારને 1984 શીખ વિરોધી તોફાનનાં ''મુખ્ય વિલન'' ગણાવ્યા, જામીનનો કર્યો વિરોધ
તપાસ પંચની તરફથી સોલિસીટર જનરલ તુષાર મેહતાની પીઠને કહ્યું કે, જો સજ્જન કુમારને જામીન પર મુક્ત કરવામાં આવશે તો તે કોર્ટનો મજાક ગણાશે
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્રીય તપાસ પંચે (CBI) કોંગ્રેસના પૂર્વ નેતા સજ્જનકુમારની જામીન અરજીનો વિરોધ કરતા સોમવારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી કે 1984 શીખ વિરોધી તોફાનો દરમિયાન થયેલા જધન્ય ગુનાઓના તે 'વડા' હતા જેમાં શીખોનો નરસંહાર થયો. કોંગ્રેસના પૂર્વ સાંસદ 73 વર્ષીય સજ્જન કુમારે દિલ્હી હાઇકોર્ટનાં 17 ડિસેમ્બર, 2018નાં ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટે સજ્જન કુમારને એખ મુદ્દે દોષીત ઠેરવતા ઉંમર કેદની સજા ફટકારી છે.
ન્યાયમૂર્તિ એસ.એ બોબડે અને ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝીરની પીઠે સજ્જન કુમારની જામીન અરજી 15 એપ્રીલ સુધી સુનવણી ટાળતા તપાસ એજન્સીને નિર્દેશ આપ્યા કે પૂર્વ સાંસદની સંડોવણી વાળા અન્ય કેસની પ્રગતી અંગે તેમને માહિતી આપે. તપાસ પંચની તરફથી સોલિસિટર જનરલ તુષામ મહેતાની પીઠે કહ્યું કે, જો સજ્જન કુમારને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ન્યાયની મજાક ગણાશે. કારણ કે 1984નાં શીખ વિરોધી તોફાનો સંબંધિત એક અન્ય કેસમાં પટિયાલા હાઉસની કોર્ટે તેમના પર કેસ દાખલ કર્યો છે. તેમણે કહ્યું કે, શીખોના નરસંહાર એક ક્રુર અપરાધ છે.
સજ્જન કુમાર આ સમગ્ર કાંડના વડા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સજ્જન કુમારને હાઇકોર્ટે 1 અને 2 નવેમ્બર 1984ની રાત્રે દક્ષિણ પશ્ચિમ દિલ્હીનાં રાજનગર પાર્ટ-1માં પાંચ શીખોને જીવતા સળગાવવા અને રાજ નગર પાર્ટ-2માં એક ગુરૂદ્વારામાં આગ લગાવવાની ઘટના સંબંધિત મુદ્દે સજા ફટકારી હતી. તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીની 31 ઓક્ટોબર, 1984નાં રોજ તેમનાં બે શીખ અંગરક્ષકો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવાયા બાદ મોટા પ્રમાણમાં શીખ વિરોધી તોફાનો ભડકી ઉઠ્યા હતા.
તોફાનોમાં માત્ર દિલ્હીમાં જ 2700થી વધારે શીખો મરાયા હતા
આ તોફાનોમાં માત્ર દિલ્હીમાં જ 2700 શીખ મરાયા હતા. આ મુદ્દે સુનવણી દરમિયાન સજ્જન કુમારના વકીલે પીઠને જણાવ્યું કે, આ મુદ્દે એક મહત્વનાં સાક્ષીએ પહેલા ચાર નિવેદનમાં ક્યાયં સજ્જન કુમારનું નામ નહોતું લીધું ત્યાર બાદના એક નિવેદનમાં કોંગ્રેસનાં એક નેતાનું નામ લીધું હતું. કોર્ટે પુછ્યું કે કેટલા સમયથી સજ્જન જેલમાં છે.
જે અંગે વકીલે જણાવ્યું કે છેલ્લા 3 મહિના કરતા પણ વધારે સમયથી તેઓ જેલમાં છે અને કેસની સુનવણી દરમિયાન તેમને આગોતરા જામીન મળ્યા હતા તેનો ક્યારે પણ તેમણે દુરૂપયોગ નથી કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે