Hockey World Cup 2018: બેલ્જિયમની ફાઇનલમાં ધમાકેદા અન્ટ્રી, ઇંગ્લેન્ડને 6-0થી હરાવ્યું
બેલ્જિયમની ટીમની વર્લ્ડ રેંકિંગ 3 છે. ઇંગ્લેન્ડ દુનિયાની સાતમાં નબંરની ટીમ છે. રેંકિંગને જોઇએ તો બેલ્જિયમનું પલડું ભારે હતુ અને તેણે મેદાન પર પણ સાબીત કર્યું છે.
Trending Photos
ભુવનેશ્વ: બેલ્જિયમે 14માં હોકી વર્લ્ડ કપ (Hockey World Cup 2018)માં તેમનું સફર ચાલું રાખતા ફાઇનલમાં પ્રેવશે મળવી લીધો છે. તેમણે શનિવારે (15 ડિસેમ્બર) યોજાયેલી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડના પડકારને 6-0થી સામનો કર્યો હતો. આ સાથે જ ઇંગ્લેન્ડને ફાઇનલમાં પહોંચવાની વધુ રાહ જોવી પડશે. તેઓ પહેલી અને છેલ્લી વખત 1986માં ફાઇનલમાં પહોંચ્યા હતા. ત્યાર બાદથી તેઓ ક્યારે પણ ફાઇનલમાં પ્રવેશ મેળવી શક્યા નથી.
બેલ્જિયમની ટીમની વર્લ્ડ રેંકિંગ 3 છે. ઇંગ્લેન્ડ દુનિયાની સાતમાં નબંરની ટીમ છે. રેંકિંગને જોઇએ તો બેલ્જિયમનું પલડું ભારે હતુ અને તેણે મેદાન પર પણ સાબીત કર્યું છે. તેણે ના માત્ર ઇંગ્લેન્ડને હારાવ્યું છે, પરંતુ આ મેચને એકતરફી બનાવતા ખિતાબ માટે પણ પોતાનો દાવો મજબૂતીથી પેશ કર્યો છે. ફાઇનલમાં તેમનો મુકાબલો ગત વર્ષની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને પૂર્વ ચેમ્પિયન નેધરલેન્ડની ટીમથી થશે.
બેલ્જિયમે દરેક ક્વાર્ટરમાં ગોલ કર્યા
બેલ્જિયમની ટીમે મેચના દરેક ક્વાર્ટરમાં ગોલ કર્યા છે. તેમણે પહેલા ગોલ પહેલા જ ક્વાર્ટરમાં કર્યો અને ત્યાર બાદ પાછળ ફરીને જોયું જ નથી. પહેલા ક્વાર્ટરમાં 1-0થી આગળ રહેનાર બેલ્જિયમની ટીમે બીજા ક્વાર્ટરમાં પણ એક ગોલ કર્યો હતો. ત્યાર બાદ તેમણે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં બે ગોલ કર્યા હતા.
હાફ ટાઇમ સુધી 2-0થી આગળ હતું બેલ્જિયમ
ઇંગ્લેન્ડની ટીમે મેચની શરૂઆતથી આક્રમક રમત રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેલ્જિયમે સારું ડિફેન્સ કર્યું અને જલ્દી લીડ પણ બનાવી લીધી હતી. આઠમી મિનિટમાં સ્ટાર ફોરવર્ડ ખેડાલી બૂને બેલ્જિયમ માટે પહેલો ગોલ કર્યો હતો. બીજો ક્વાર્ટરની શરૂઆત બેલ્જિયમ માટે શાનદાર રહી અને ચાર મિનિટ બાદ જ ગોઉનાર્ડે પેનલ્ટી કોર્નર પર ગોલ કરી પોતાની ટીમની લીડને યથાવત રાખી હતી.
હાફ ટાઇમ બાદ ચાર ગોલ કર્યા
બેલ્જિયમે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં મેચ એકતરફી કરી લીધી હતી. 2016 રિયો ઓલમ્પિકના રજત વિજેતા બેલ્જિયમે શાનદાર પાસિંગ ગેમ રમી હતી. બેલ્જિયમના ચાર્લિયરે 42મી મિનિટે પોતાની ટીમ માટે ત્રીજો ગોલ કર્યો હતો. હેંડ્રિક્સે 45મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર દમદાર ગોલ કર્યો હતો. આ બેલ્જિયમનો ચોથો ગોલ હતો. ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં ઇંગ્લેન્ડની ટીમને પોતાની હાર સ્વિકારી લીધી હતી. હેંડ્રિક્સે પેનલટી કોર્નર પર 50મી મિનિટમાં વધુ એક ગોલ કર્યો અને બેલ્જિયમને 5-0ની લીડ મેળવી મેચ સમાપ્ત થવાની પહેલા 53મી મિનિટમાં ડોકિએરે અંતિમ ગોલ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે