જસદણનો જંગ: પ્રચાર માટે લોક સંપર્ક રેલીમાં ભાજપના કુંવરજીએ કર્યો ડાન્સ

આગામી 20મીએ જદસણ વિધાનસભા બેઠક પર મતદાન થવાનું હોવાથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જસદણના મત વિસ્તારમાં જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 

જસદણનો જંગ: પ્રચાર માટે લોક સંપર્ક રેલીમાં ભાજપના કુંવરજીએ કર્યો ડાન્સ

રક્ષિત પંડ્યા/રાજકોટ: આગામી 20મીએ જદસણ વિધાનસભા બેઠક પર મતદાન થવાનું હોવાથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જસદણના મત વિસ્તારમાં જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અવસર નાકિયા અને કુંવરજી બાવળિયા જોરદાર પ્રચાર કરી રહ્યા છે. અને એક બીજા પર આક્ષેપો કરી રહ્યા છે. એવામાં પ્રચારમાં કુંવરજી બાવળિયાનો ડાન્સ કરતા દેખાયા હતા.

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયા દ્વારા કાર્યકર્તાઓ સાથે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બંન્ને પક્ષો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમના પક્ષનો વિજય થશે. ત્યારે ભાજપના કુંવરજી બાળનિયા પ્રચાર માટે જસદણના તેમના મતવિસ્તારમાં લોક સંપર્ક માટે નિકળ્યા ત્યારે પ્રચાર કરતા કરતા તેમણે ડાન્સ પણ કર્યો હતો.

KUvarji-Bavaliya 

કુંવરજી બાળળિયા જસદણ વિધાનસભા બેઠકને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પ્રચારમાં તેમની સાથે ડૉ.ભરત બોઘરા, મોહન કુંડારિયા અને ધનસુખ ભંડેરી રેલીમાં જોડાયા અને કુંવરજી સાથે ડાન્સ કરતા દેખાયા હતા. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ જસદણમાં જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news