પાકિસ્તાન હોકી ટીમનો મળ્યો સ્પોન્સર, વિશ્વકપને લઈને આશંકા દૂર

હોકી વિશ્વકપમાં પાકિસ્તાનના રમવાને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાઓ સમાપ્ત થઈ ગઈ છે. એક ક્રિકેટ ફ્રેન્ચાઇઝીના માલિક પૈસાની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાન હોકી મહાસંઘ સાથે સ્પોન્સર તરીકે જોડાયા છે. 
 

પાકિસ્તાન હોકી ટીમનો મળ્યો સ્પોન્સર, વિશ્વકપને લઈને આશંકા દૂર

કરાચીઃ હોકી વિશ્વકપમાં પાકિસ્તાનના રમવાને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા સમાપ્ત થઈ ગઈ છે. એક ક્રિકેટ ફ્રેન્ચાઇઝીના માલિકે પૈસાની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાન હોકી મહાસંઘ (પીએચએફ)ના સ્પોન્સર તરીકે જોડાયા છે. પીએચએફના સચિવ શાહબાજ અહમદે માહિતી આપી કે પાકિસ્તાન સુપર લીગની ફ્રેન્ચાઇઝી પેશાવર જાલમીના માલિક જાવેદ અફરીદીએ પીએચએફની સાથે મોટો સ્પોન્સર કરાર કર્યો છે, જે 2020 સુધી ચાલશે. 

આ પ્રાયોજ સ્પોન્શરશિપ કરારમાં સીનિયર અને જૂનિયર ટીમના સમતામ આંતરરાષ્ટ્રીય પ્રવાસો સિવાય સ્થાનિક હોકી પણ સામેલ છે. શાહબાજે કહ્યું, આ અમારી માટે રાહત આપનારી વાત છે. પેશાવર જાલમીની ફ્રેન્ચાઇઝીના માલિક જાવેદ અફરીદીએ પોતાની કંપની હાયર પાકિસ્તાન તરફથી પાકિસ્તાન હોકીની સાથે સ્પોન્સરશિપ કરાર કર્યો છે. 

તેમણે કહ્યું, પાકિસ્તાનની ટીમ વિશ્વકપ માટે ભારત જશે. શાહબાજે સ્પોન્શરશિપ રકમનો ખુલાસો કરવાનો ઈન્કાર કરી દીધો હતો. હોકી વિશ્વકપ ભુવનેશ્વરમાં 28 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ચાલશે. પીએચએફે આ પહેલા ચેતવણી આપી હતી કે જો સરકાર 8 કરોડ રૂપિયાનું અનુદાન નહીં આપે તો વિશ્વકપમાં પાકિસ્તાનના પ્રતિનિધિત્વ પર સંકટ આવશે. 

ઇમરાન ખાનની સરકારે  હોકી પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત હોવા છતાં રવિવાર સુધી કોઈ અનુદાન આપ્યું નથી. પીએચએફ સચિવે કહ્યું, હવે અમે હવે માત્ર અમારા ખેલાડીઓ અને અધિકારીઓના વિઝાની રાહ જોઈ રહ્યાં છીએ. પીએચએફે ક્રિકેટ બોર્ડ પીસીબી પાસે પણ રૂપિયા માંગ્યા હતા. પરંતુ ક્રિકેટ બોર્ડે આ માંગણી નકારી દીધી હતી. 

શાહબાજે કહ્યું કે, આ સ્પોન્શરશિપથી પીએચએફ ન માત્ર પોતાની ટીમને ભારત મોકલશે પરંતુ ખેલાડીઓની બાકી રહેલી રકમની પણ ચુકવણી કરવામાં આવશે. જેને હાલમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી અને શિબિર માટે દૈનિક ભથ્થાની ચુકવણી કરી ન હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news