IND vs ENG: હિટમેન રોહિત શર્મા બનશે ટી-20નો નવો સિક્સર કિંગ, માર્ટિન ગપ્ટિલને પાછળ છોડી રચી શકે છે ઈતિહાસ
ભારતીય ક્રિકેટ ટીમનો આક્રમક ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝમાં પોતાની સિક્સર્સની સંખ્યામાં વધારો કરી શકે છે. તેની સાથે જ તે મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.
- રોહિત શર્મા આક્રમક બેટિંગ માટે જાણીતો છે
સિક્સ ફટકારવામાં બીજા ભારતીય ખેલાડીઓથી ઘણો આગળ
ઈંગ્લેન્ડ સામે સિરીઝમાં બનાવશે અનોખો રેકોર્ડ
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતીય ટીમનો વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્મા ટી-20માં સૌથી સફળ ભારતીય બેટ્સમેન છે. રોહિત શર્માના નામે ટી-20માં ચાર સદી છે. ભારતનો બીજો કોઈ બેટ્સમેન ટી-20માં આ સિદ્ધિ મેળવી શક્યો નથી. રોહિત શર્માનો ડર હંમેશા બોલરો પર પણ રહે છે. આ કારણ છે કે જ્યાં સુધી તે ક્રીઝ પર હોય છે ભારત માટે દરેક મેચમાં જીત નક્કી થઈ જાય છે.
ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં બનાવશે મોટો રેકોર્ડ:
12 માર્ચથી શરૂ થઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડની ટી-20 સિરીઝમાં રોહિત શર્મા એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. રોહિત ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટની દુનિયામાં સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેન બની શકે છે. આ મામલામાં હાલ રોહિત બીજા નંબરે છે. પરંતુ જો ઈંગ્લેન્ડ સામે તેનું બેટ ચાલશે તો તે આ યાદીમાં નંબર વન બની શકે છે. ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્મા શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો.
સાબરમતી આશ્રમથી થઈ હતી સત્યાગ્રહની શરૂઆત, દુનિયાના દેશોના પ્રમુખો લઈ ચુક્યા છે આ સ્થળની મુલાકાત
માર્ટિન ગપ્ટિલ છે ટી-20માં નંબર વન:
ટી-20 ફોર્મેટમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેનની યાદીમાં ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગપ્ટિલ નંબર વન પર બિરાજમાન છે. તેણએ 99 મેચમાં 137 સિક્સર ફટકારી છે. જ્યારે રોહિત શર્માએ 108 ટી-20 મેચમાં 127 સિક્સ ફટકારી છે. રોહિત પાસે આ સિરીઝમાં ગપ્ટિલને પાછળ છોડવાની શાનદાર તક રહેશે.
ટી-20માં રોહિતનું પ્રદર્શન:
રોહિત શર્માએ અત્યાર સુધી 108 ટી-20 મેચ રમી છે. જેમાં તેણે 100 ઈનિંગ્સમાં 2773 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 118 રન છે. રોહિતે 108 મેચમાં 245 ફોર અને 127 સિક્સર ફટકારી છે.
ટી-20માં રોહિતના નામે 4 સદી:
1. ભારત Vs દક્ષિણ આફ્રિકા HPCA સ્ટેડિયમ 2 ઓક્ટોબર 2015
2. ભારત Vs શ્રીલંકા હોલ્કર સ્ટેડિયમ 22 ડિસેમ્બર 2017
3. ભારત Vs ઈંગ્લેન્ડ બ્રિસ્ટલ કન્ટ્રી ગ્રાઉન્ડ 8 જુલાઈ 2018
4. ભારત Vs વેસ્ટ ઈન્ડિઝ અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ 6 નવેમ્બર 2018
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે