દારૂના નશામાં હર્શલ ગિબ્સે ફટકાર્યા હતા 175 રન, આફ્રિકાએ રચ્યો હતો ઈતિહાસ

13 વર્ષ પહેલા સાઉથ આફ્રિકાની ટીમે વનડે ક્રિકેટ ઈતિહાસના સૌથી મોટા લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરીને રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 
 

દારૂના નશામાં હર્શલ ગિબ્સે ફટકાર્યા હતા 175 રન, આફ્રિકાએ રચ્યો હતો ઈતિહાસ

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાએ આજના દિવસે 13 વર્ષ પહેલા (12 માર્ચ, 2006) જોહનિસબર્ગના વાન્ડર્સ સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો હતો. આફ્રિકી ટીમે વનડે ઈતિહાસમાં સૌથી મોટા લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરીને રેકોર્ડ પોતાના નામે કર્યો, જેનાથી ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા હતા. 

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 434 રન બનાવ્યા હતા, જે તે સમયનો સૌથી મોટો સ્કોર હતો. ત્યારે કોઈએ વિચાર્યું નહીં હોય કે આટલા મોટા લક્ષ્ય બાદ પણ કોઈ ટીમ જીતી શકે છે. 

વનડે આંતરરાષ્ટ્રીયમાં હાસિલ થયેલા સૌથી મોટા લક્ષ્યાંક

-435 સાઉથ આફ્રિકા vs ઓસ્ટ્રેલિયા, જોહનિસબર્ગ, 2006

-372 સાઉથ આફ્રિકા vs ઓસ્ટ્રેલિયા, ડરબન, 2016

-361 ઈંગ્લેન્ડ vs વેસ્ટઈન્ડિઝ, બ્રિઝટાઉન, 2019

- 360 ભારત vs ઓસ્ટ્રેલિયા, જયપુર, 2013

-359 ઓસ્ટ્રેલિયા vs ભારત, મોહાલી 2019

આફ્રિકાની ઈ જીતનો હીરો હર્શલ ગિબ્સ હતો. જેણે 111 બોલમાં 175 રનની અવિશ્વસનીય ઈનિંગ રમી હતી. જાણવા મળ્યું કે, તે મેચ દરમિયાન તે દારૂના નશામાં હતા અને નશાની સ્થિતિમાં તેણે તે ઈનિંગ રમી હતી. 

ખુદ ગિબ્સ આ ખુલાસો કરી ચુક્યો છે કે તે શરાબના નશામાં હતા. ગિબ્સે ઓટોબાયોગ્રાફી ટૂ ધ પોઈન્ટઃ ધ નો હોલ્ડ્સ બોર્ડ (To the point: The no-holds-barred)માં જણાવ્યું કે, તે મેચ પહેલાની રાત્રે તેણે ઘણો દારૂ પીધો હતો અને મેચના દિવસે તે હેંગઓવરમાં હતો. 

After Ricky Ponting's 164 led Australia to 434/4 - the first 400+ score in an ODI - @hershybru made 175 as South Africa chased it to win by one wicket with one ball remaining in Johannesburg and take the series 3-2! 🇿🇦🇦🇺 pic.twitter.com/YLdewhUF9Q

— ICC (@ICC) March 12, 2019

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઇક હસીએ પોતાના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું, સુતા પહેલા મેં મારા હોટલના રૂમની બહાર જોયું કે, ગિબ્સ હજુ ત્યાં છે. ગિબ્સ જ્યારે સવારે નાસ્તા માટે આવ્યો હતો, ત્યારે પણ તે નશામાં દેખાતો હતો. 

તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન રિકી પોન્ટિંગના 105 બોલમાં 164 રન (9 સિક્સ, 13 ચોગ્ગા)ની તોફાની ઈનિંગને કારણે 434/4 રન બનાવ્યા હતા. ત્યારે વનડે ઈતિહાસમાં પ્રથમવાર કોઈ ટીમે 400થી વધુનો સ્કોર બનાવ્યો હતો. અંતે આ મેચનું પરિણામ ચોંકાવનારૂ રહ્યું. 

સાઉથ આફ્રિકાએ એક બોલ બાકી રહેતા 438/9 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાએ આ મેચ એક વિકેટે ગુમાવી હતી. તે માટે જવાબદાર હતો હર્શલ ગિબ્સ, તેણે પોતાની ઈનિંગમાં 21 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેણે કેપ્ટન ગ્રીમ સ્મિથનો સારો સાથ મળ્યો, સ્મિથે 55 બોલમાં 90 રન ફટકારી દીધા હતા. આ મેચમાં બંન્ને તરફથી 87 ચોગ્ગા અને 26 છગ્ગા લાગ્યા હતા. 

સાઉથ આફ્રિકાએ સિરીઝ 3-2થી જીતી લીધી હતી. સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિક લુઈસની 10 ઓવરમાં 113 રન લૂટ્યા હતા, જે વનડે આંતરરાષ્ટ્રીયની એક ઈનિંગમાં કોઈપણ બોલરની સૌથી મોંઘી ઓવર છે. હાલમાં પાકિસ્તાનનો વહાબ રિયાઝ આ શર્મજનક રેકોર્ડમાં બીજું સ્થાન ધરાવે છે. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2016માં 110 રન લુંટાવ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news