ભારત-શ્રીલંકા મેચ વચ્ચે 'જસ્ટિસ ફોર કાશ્મીર'નું બેનર લગાવી મેદાન ઉપરથી પસાર થયું પ્લેન

આશ્ચર્યની વાત છે કે આ હેલીકોપ્ટરે જસ્ટિસ ફોર કાશ્મીર બેનરની સાથે મેદાનના ત્રણ ચક્કર લગાવ્યા હતા. 

ભારત-શ્રીલંકા મેચ વચ્ચે 'જસ્ટિસ ફોર કાશ્મીર'નું બેનર લગાવી મેદાન ઉપરથી પસાર થયું પ્લેન

લીડ્સઃ વિશ્વ કપ 2019ની 44મી લીગ મેચ દરમિયાન લીડ્સના હેડિંગ્લે મેદાનની ઉપરથી એક હેલીકોપ્ટર પસાર થયું હતું. આ હેલીકોપ્ટર પર જસ્ટિસ ઓફ કાશ્મીરનું બેનર લાગેલું હતું. આ મેદાન પર આવી ઘટના બીજીવાર બની છે. છેલ્લે આ મેદાન ઉપરથી જે પ્લેન પસાર થયું હતું તેમાં જસ્ટિસ ફોર બલૂચિસ્તાન લખેલુ હતું. ત્યારે આ ઘટના બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. ત્યારબાદ આઈસીસી અને લીડ્સ એર ટ્રાફિક કંટ્રોલર તરફથી કહેવામાં આવ્યું હતું કે, બીજીવાર આવી ઘટના બનશે નહીં. પરંતુ આજે ફરીથી આ પ્રકારની ઘટના બની છે. 

આશ્ચર્યની વાત છે કે આ હેલીકોપ્ટરે જસ્ટિસ ફોર કાશ્મીર બેનરની સાથે મેદાનના ત્રણ ચક્કર લગાવ્યા હતા. આ ઘટના બાદ આઈસીસી પણ ચોંકી ગયું છે. સૌથી મહત્વની વાત છે કે છેલ્લે જ્યારે આ ઘટના બની ત્યારબાદ અહીંના એર ટ્રાફિક કંટ્રોલરે કોઈ શીખ લીધી નથી. તો તેનાથી ખેલાડીઓની સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થાય છે. આખરે આ ક્યા પ્રકારની સુરક્ષા છે જ્યાં મેચ દરમિયાન કોઈપણ મંજૂરી વિના કોઈ હેલીકોપ્ટર મેદાનની ઉપરથી પસાર થઈ રહ્યું છે. આ પ્રકારની ઘટનાથી ખ્યાલ આવે છે કે વિશ્વકપ ભગવાન ભરોસે રમાઇ રહ્યો છે અને કોઈપણ ટીમના ખેલાડી સુરક્ષિત નથી. 

કોઈપણ હેલીકોપ્ટરના માધ્યમથી આ પ્રકારનો સંદેશ આપવાનો શું અર્થ બને છે. છેલ્લે બે દેશોના સમર્થન વચ્ચે ઝગડો થયો હતો. હજુ વિશ્વ કપમાં કેટલિક મેચ બાકી છે અને તેવામાં આ ઘટનાને ગંભીરતાથી લેવાની જરૂર છે. 

— Islamabad Post इस्लामाबाद पोस्ट (@post_islamabad) July 6, 2019

આ ઘટના પર આઈસીસીનું કહેવું છે કે એકવાર ફરી આ પ્રકારની ઘટનાથી અમને નિરાશા થઈ છે. અમે અમારી ટૂર્નામેન્ટનો ઉપયોગ કોઈપણ પ્રકારના રાજકીય સંદેશ આપવા માટે થવા દેવા ઈચ્છતા નથી. આ ટૂર્નામેન્ટ દરમિયાન લોકલ પોલીસની સાથે મળીને અમારો તે પ્રયત્ન કર્યો કે કોઈપણ પ્રકારનો વિરોધ અહીં ન થઈ શકે. છેલ્લે જ્યારે આ ઘટના બની હતી તો વેસ્ટ યોર્કશાયર પોલીસની સાથે મળીને અમે વિશ્વાસ અપાવ્યો હતો કે બીજીવાર નહીં બને. ફરીવાર આ પ્રકારની ઘટના બનતા અમે પણ ચોંકી ગયા છીએ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news