IND vs SL: ટીમ ઈન્ડિયાના સુપરફેન ચારૂલતા પટેલ અહીં છે, બીસીસીઆઈએ શેર કરી તસ્વીર

આઈસીસી વર્લ્ડ કપ-2019મા લીડ્સ મેદાન પર જ્યારે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ શરૂ થયો તો તમામની નજર એક ખાસ ચહેરાને શોધી રહી હતી. જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ ભારતીય ક્રિકેટ ટીમના 87 વર્ષીય સુપરફેન ચારૂલતા પટેલની.

IND vs SL: ટીમ ઈન્ડિયાના સુપરફેન ચારૂલતા પટેલ અહીં છે, બીસીસીઆઈએ શેર કરી તસ્વીર

નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ-2019મા લીડ્સ મેદાન પર જ્યારે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ શરૂ થયો તો તમામની નજર એક ખાસ ચહેરાને શોધી રહી હતી. જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ ભારતીય ક્રિકેટ ટીમના 87 વર્ષીય સુપરફેન ચારૂલતા પટેલની. મેચ શરૂ થયાના થોડા સમય બાદ બીસીસીઆઈએ સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર તેમની એક તસ્વીર શેર કરી છે. બીસીસીઆઈએ લખ્યું કે, જેમ વિરાટ કોહલીએ ટિકિટનું વચન આપ્યું હતું અને તે અહીં છે. સુપરફેન ચારુલતા જી પોતાના પરિવારની સામે મેચનો આનંદ માણતા. 

બીસીસીઆઈએ તેમની તસ્વીરની સાથે વિરાટ કોહલીનો એક પત્ર પણ પોસ્ટ કર્યો છે. તેમાં લખ્યું હતું, 'ડિયર ચારૂલતા જી, અમારી ટીમ પ્રત્યે તમારો પ્રેમ અને જુસ્સો જોવો ખૂબ પ્રેરણાદાયક છે. તમારા પરિવારની સાથે મેચનો આનંદ માણો. ઘણો બધો પ્રેમ.' તસ્વીરમાં તે પોતાના પરિવારની સાથે ટીમ ઈન્ડિયાની બ્લૂ જર્સીમાં દેખાઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ દરમિયાન ચારૂલતાની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. 

— BCCI (@BCCI) July 6, 2019

ખૂબ જૂના ફેન છે ચારૂલતા
વીલચેર પર બેસીને હાથમાં તિરંગો પકડીને તે 87 વર્ષીય ફેન ચારૂલતા પલેટ સોશિયલ મીડિયા પર છવાય ગયા હતા. મેચ જીત્યા બાદ રોહિત શર્મા અને કેપ્ટન કોહલી તેમને મળવા ગયા હતા. ત્યારબાદ ચારૂલતાએ કહ્યું હતું કે, તે ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરતા રહેશે અને તેની વિશ્વ ચેમ્પિયન બનવાની ભગવાનને પ્રાર્થના કરશે. મહત્વનું છે કે ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવાનો આ સિલસિલો ઘણો જૂનો છે. કપિલ દેવની આગેવાનીમાં ભારતે જ્યારે 1983મા જીત્યો હતો, ત્યારે પણ ચારૂલતા પટેલ દર્શકો વચ્ચે હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news