IPL 2022: આ ક્રિકેટરની પત્નીએ અચાનક જોસ બટલરને ગણાવ્યો તેનો 'બીજો પતિ', જાણો શું છે આખો મામલો?

Rassie van der Dussen Wife: રાસી વાન ડર ડુસેનની પત્ની લારાએ ઈંગ્લેન્ડના ક્રિકેટર જોસ બટલરને પોતાનો 'બીજો પતિ' ગણાવ્યો છે. સાંભળીને ઝાટકો લાગ્યોને... પરંતુ આ નિવેદન બાદ ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.

IPL 2022: આ ક્રિકેટરની પત્નીએ અચાનક જોસ બટલરને ગણાવ્યો તેનો 'બીજો પતિ', જાણો શું છે આખો મામલો?

Rassie van der Dussen Wife: આઈપીએલની 15મી સીઝનમાં આજે ક્વોલિફાયર રાઉન્ડમાં બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદમાં ફાઈનલ માટે મહાજંગ થવાનો છે. ત્યારે આજે એક મોટા સમાચાર ચારેબાજુ ચર્ચાનો વિષય બનતા ખળભળાટ મચ્યો છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રાસી વાન ડર ડુસેનની પત્ની લારાએ પોતાના એક નિવેદનથી સનસનાટી મચાવી દીધી છે. 

રાસી વાન ડર ડુસેનની પત્ની લારાએ ઈંગ્લેન્ડના ક્રિકેટર જોસ બટલરને પોતાનો 'બીજો પતિ' ગણાવ્યો છે. સાંભળીને ઝાટકો લાગ્યોને... પરંતુ આ નિવેદન બાદ ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રાસી વાન ડર ડુસેન અને ઈંગ્લેન્ડના વિસ્ફોટક વિકેટ કીપર બેટ્સમેન જોસ બટલર IPL 2022માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યા છે. 

આ ક્રિકેટરની પત્નીએ જોસ બટલરને કહ્યું તેનો 'બીજો પતિ'
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રાસી વાન ડર ડુસેનની પત્ની લારાએ મજાકમાં કહ્યું કે તેણે જોસ બટલરને તેના બીજા પતિ તરીકે 'અપનાવ્યો' છે. કારણ કે IPL 2022માં જ્યારે પણ જોસ બટલર સિક્સર માટે મેદાનની બહાર બોલ ફટકારે છે ત્યારે તેમણે કેમેરાનું અટેંશન મળે છે. 

તમને જણાવી દઈએ કે ચાહકોએ ભૂલથી રાસી વેન ડેર ડુસેનની પત્ની લારાને જોસ બટલરની પત્ની માની લીધી હતી, પરંતુ લારાએ હવે સ્પષ્ટતા કરી છે કે તે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રાસી વેન ડેર ડુસેનની પત્ની છે, જોસ બટલરની નહીં. જ્યારે પણ જોસ બટલર ચોગ્ગા અને છગ્ગા ફટકારે ત્યારે કેમેરાનું મોટાભાગનું ધ્યાન રાસી વેન ડેર ડુસેનની પત્ની લારા પર રહેતું હતું, જેના કારણે આ ગેરસમજ થઈ.

જાણો શું છે સમગ્ર મામલો?
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રાસી વાન ડર ડુસેનની પત્ની લારાએ રાજસ્થાન રોયલ્સના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે મેં હવે જોસ બટલરને પોતાના બીજા પતિના રૂપમાં અપનાવી લીધો છે. મને જોસ બટલરની પત્ની લુઈસના નામથી ઓળખવામાં આવે છે, પરંતુ હું લુઈસ નથી. રાસી વાન ડર હુસેનની પત્ની લારાએ જણાવ્યું હતું કે, જોસ બટલરની પત્નીનું નામ લુર્ઈસ છે, હું તેમને પહેલા નથી મળી. લોકો વિચારે છે કે હું જોસ બટલરની પત્ની છું. મને હવે નિશ્ચિત રૂપથી લાગે છે કે આવું એટલા માટે કારણ કે હું ઘણી વખત કેમેરાના ફોક્સ પર રહી છું. હું અને ધનશ્રી (યુજવેંદ્ર ચહલની પત્ની) રાજસ્થાન રોયલ્સને ચીયર કરતા રોકી શકતા નથી. હું વાસ્તવમાં જોસ બટલરની પત્ની નથી, પરંતુ હું અત્યારના સંજોગો માટે અપનાવી લઈશ અને તેમણે સપોર્ટ કરીશ'.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news